લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગના બે સભ્યોને ડાંગ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડયા

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાની સાયબર ક્રાઈમ પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. એક લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર એક ગેંગના બે સભ્યોને કચ્છ-ભૂજથી ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી 81,500 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

ડાંગ જિલ્લામાં ગત તા. 20/06/2024ના રોજ આહવા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફેસબુક પર એક ખોટી આઈ.ડી. બનાવી એક લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે પોલીસે આરોપીઓને શોધવા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.
સાયબર ક્રાઈમ પોલીસે તપાસ દરમિયાન તકનીકી સર્વેલન્સના આધારે આરોપીઓને ભૂજ અને જાયનગરમાં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ કચ્છ એલસીબીની મદદથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રમજાન સાલેમામદ સોઢા (ઉ.વ.૩૨, રહે. અમનનગર રહીમનગર ખારી નદી રોડ ભૂજ-કચ્છ) અને આસીફ ઉમર લંગા (ઉ.વ રર, રહે. અમનનગર રહીમનગર ખારી નદીરોડ ભૂજ-કચ્છ) ની અટકાયત કરી હતી. ત્યારે આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, રમજાન સાલેમામદ સોઢા એ વોન્ટેડ આરોપી ફૈજલ કાસમ લંગાએ ફેસબુક ઉપર દેવા આહીર નામે ખોટી આઈ-ડી બનાવી ભોગ બનનારને ત્રણ ગણા પૈસા આપવાની લાલચ આપેલ અને ભોગ બનનાર ને ઓનલાઈન એક લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલ હતા. આ ગુનામાં તેઓનું બેન્ક એકાઉન્ટ ઉપયોગમાં આપેલ હતું. તેમજ રૂપિયા એક લાખમાંથી તેણે ચાલીસ હજાર વોન્ટેડ આરોપી ફૈઝલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ છે તથા પચાંસ હજાર રૂપિયા અન્ય વોન્ટેડ આરોપી સીકંદર ઉર્ફે સીકલો જુસબ સોઢાને વિડ્રો કરી રોકડા આપેલ હતા. તેમજ આ બંને આરોપીના સાગરીતો સિકંદર ઉર્ફે સીકલો જુસબ સોઢા (રહે.ભુજ) અને ફૈઝલ કાસમ લંગા ( રહે.ભાણવડ જી.જામનગર) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે હાલ વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. તેમજ આરોપીઓ પાસેથી 81,500 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *