કાકરાપારમાં અનડિટેકટ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તા.૨૭/૧૦/૨૦૨૪ ના રોજ ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોતાના અંગત બાતમીદારો રોકી હાલમાં કાકરાપાર પો.સ્ટે.મા ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલ જે ગુનાની તપાસ ખાનગી બાતમીદારો આધારે ચાલુ રાખી હતી. દરમ્યાન સાથેના હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, “આ ગુનામાં સંડોવાયેલ ત્રણ શકમંદ ઇસમો વ્યારા મિશનનાકા તરફથી હાઇવે રોડ તરફ ચાલતા ચાલતા જાય છે જેમાં એક ઇસમે શરીરે પીળા કલરનુ શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તથા બીજાએ રાખોડી કલરનુ ચેક્સ શર્ટ તથા કથ્થઇ જેવા કલરનુ પેન્ટ પહેરેલ છે. તથા ત્રીજાએ આછા બ્લ્યુ કલરનુ ચેક્સ શર્ટ અને કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે.” તેવી મળેલ બાતમી હકીકત આધારે વ્યારા સુગર ફેક્ટરીના ગેટ પાસે જતા ત્યાં આગળ ત્રણ ઇસમો ઉભેલા હોય જેઓ મળેલ બાતમી હકીકત મુજબના વર્ણનવાળા હોય જેથી આ ત્રણે ઇસમોને તેમની હાલની હાજરી બાબતે પુછપરછ કરતા તેઓ ગલ્લા તલ્લા કરતા હોય અને કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી. જેથી પકડાયેલ ત્રણે ઇસમો નામે (૧) રમેશભાઇ કાળીયાભાઇ અમલીયાર, ઉ.વ.૫૨, રહે. ગામ- નિમચ, ઉસ્વાસ ફળીયા, તા.ગરબાડા, જી.દાહોદ (૨) મુતાભાઈ ગુલ્લાભાઇ અમલીયાર, ઉ.વ.૩૭, રહે. ગામ- નિમચ, ગાળા ફળીયા, તા.ગરબાડા, જી.દાહોદ (૩) મનેશભાઇ દિવાનભાઇ અમલીયાર, ઉ.વ.૨૬ રહે.ગામ- નિમચ, ઉસ્વાસ ફળીયા, તા.ગરબાડા, જી.દાહોદને યુક્તિ પ્રયુકતિથી પુછપરછ કરતા ભાંગી પડેલ અને ત્રણયે આરોપી તથા તેમની સાથેનો ચોથો એક ઇસમ નામે (૪) મહેશભાઇ રસીયાભાઇ આમલીયાર, રહે.ગામ-નિમાચ, ઉચવાસ ફળીયુ, તા.ગરબાડા, જી.દાહોદ તથા પાંચમો ઇસમ (૫) શેતાન દિવાનભાઇ અમલીયાર, રહે. ગામ- નિમચ, ઉંચવાસ ફળીયા, તા.ગરબાડા, જી.દાહોદ ની સાથે તેઓ પાંચે જણા આજથી એકાદ વર્ષ પહેલા વ્યારા ખાતે આવેલ અને વ્યારાથી તેઓ એક રીક્ષામાં બેસી કાકરાપાર ખાતે ગયેલા અને ત્યાં ઉતરી તેઓ ચાલતા ચાલતા કાકરાપાર ટાઉનશીપના પાછળના ભાગે રાત્રીના સમયે ગયેલા અને મોડી રાત્રે તેઓએ તે ટાઉનશીપની દિવાલ ચઢી તેઓ તમામ અંદર ગયેલા અને ત્યાં રહેવાના ફ્લેટ હોય જે ફ્લેટમાં જોતા ઘણા ફ્લેટ બંધ હોય તે ફ્લેટના તાળા તેઓ પાસેના સેન્ટીંગના સળીયા વડે તોડેલ જેમાંથી ત્રણ ફ્લેટમાંથી રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી આવેલ. જે ચોરી કરી તેઓ ત્યાંથી જતા રહેલા આ વખતે આરોપી મહેશભાઇ રસીયાભાઇ આમલીયારએ રોકડા રૂપિયા અને સોના ચાંદીના ઘરેણા પોતાની પાસે રાખેલ ત્યારબાદ શેતાન દિવાનભાઇ અમલીયારએ અમને રૂપિયા ૫૦,૦૦૦/-, ૫૦,૦00/-, ૫૦,૦૦૦/- આપેલા હતા અને ચોરીમાં મળેલ ઘરેણા તેણે જ રાખી લીધેલ હતા. આજરોજ ફરીથી તેઓ ચોરી કરવા માટે આવેલા ત્યારે પકડાઇ ગયેલ અને પકડાયેલ ત્રણે આરોપીની અંગ ઝડતી કરતા તેઓ પૈકી આરોપી (૧) મુતાભાઇ ગુલ્લાભાઇ અમલીયાર નાની પાસેથી એક રેડમી કંપનીનો સ્કાય બ્લ્યુ કલરનો મોબાઇલ ફોન જેની કિ.રૂ.૫૦૦૦/- ગણી તથા આરોપી (૨) મનેશભાઇ દિવાનભાઇ અમલીયાર નાની પાસેથી એક મરૂન કલરનો વીવો કંપનીનો મોબાઇલ ફોન, જેની કિ.રૂ.૫૦૦૦/- ગણી મળી કુલ્લે કિ.રૂ.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ  કબ્જે કરી આરોપીઓને તા.૨૭/૧૦/૨૦૨૪ ના રોજ અટક કરી વ્યારા પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) રમેશભાઇ કાળીયાભાઇ અમલીયાર, ઉ.વ.૫૨, રહે. ગામ- નિમચ, ઉસ્વાસ ફળીયા, તા.ગરબાડા, જી.દાહોદ

(૨) મુતાભાઇ ગુલ્લાભાઇ અમલીયાર, ઉ.વ.૩૭, રહે. ગામ- નિમચ, ગાળા ફળીયા, તા.ગરબાડા, જી.દાહોદ

(૩) મનેશભાઇ દિવાનભાઇ અમલીયાર, ઉ.વ.૨૬ રહે. ગામ- નિમચ, ઉસ્વાસ ફળીયા, તા.ગરબાડા, જી.દાહોદ

વોન્ટેડ આરોપી:-

(૪) મહેશભાઇ રસીયાભાઇ આમલીયાર, રહે.ગામ-નિમાચ, ઉચવાસ ફળીયુ, તા.ગરબાડા, જી.દાહોદ

(૫) શેતાન દિવાનભાઇ અમલીયાર, રહે. ગામ- નિમચ, ઉચવાસ ફળીયા, તા.ગરબાડા, જી.દાહોદ

મળી આવેલ મુદ્દામાલ :-

(૧) રેડમી કંપનીનો સ્કાય બ્લ્યુ કલરનો મોબાઇલ ફોન જેનો IMEIનંબર (૧) ૮૬૨૮૬૯૦૬૩૩૨૧૧૬૫ (૨) ૮૬૨૮૬૯૦૬૩૩૨૧૧૭૩ જેની કિ.રૂ.૫,૦૦૦/-

(૨) એક મરૂન કલરનો વીવો કંપનીનો મોબાઇલ ફોન જેનો IMEIનંબર (૧) ૮૬૦૪૯૨૦૬૩૮૨૫૯૩૭/૧૧ (૨) ૮૬૦૪૯૨૦૬૩૮૨૫૯૨૯/૧૧ જેની કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૦૦૦/-

શોધાયેલ ગુનાઓ :-

(૧) કાકરાપાર પો.સ્ટે. ગુ.૨.નં.-૧૧૮૨૪૦૦૩૨૩૦૮૪૫/૨૦૨૩, ઇ.પી.કો.ક્લમ ૩૮૦,૪૫૪, ૪૫૭, ૫૧૧ મુજબ

ગુનાનો એમ.ઓ :-

રાત્રી દરમ્યાન બંધ મકાનના સેન્ટીંગના સળીયા વડે દરવાજાનો લોક તોડી ચોરી કરવાનો

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ (૧) પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, તથા એલ.સી.બી.,/પેરોલ ફર્લો સ્કોડના (૨) એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા (૩) હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ (૪) હે.કો. હરપાલસિંહ અભેસિંહ તથા (૫) હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા (૬) પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા (૭) પો.કો. રોનક સ્ટીવન્સન તથા (૮) પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા (૯) પો.કો. અરૂણસિંહ જાલમસિંહ તથા (૧૦) ધનંજય ઇશ્વરભાઇ (૧૧) પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ અને (૧૨) પો.કો. હસમુખભાઇ વિરજીભાઇ, (૧૩) આ.હે.કો. તેજશભાઇ તુલસીરાવ (૧૪) અ.પો.કો. વિપુલભાઇ બટુકભાઇ (૧૫) આ.પો.કો. આત્મારામભાઇ સુમનભાઇએ કામગીરી કરેલ છે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *