ડાંગ જિલ્લાના સુબીર નવજ્યોત માધ્યમિક શાળાનો વાર્ષિક મહોત્સવ યોજાયો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના સુબીર ખાતે આવેલ નવજ્યોત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આજરોજ ‘વિવિધતામાં એકતા’ થીમ આધારિત વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આહવા સ્ટેટ બેંક મેનેજર ગુલાબભાઈ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રંસગે બેંક મેનેજર ગુલાબ ડોડીયાએ શિક્ષક અને શિક્ષણનો ભેદ સમજાવી શેક્ષણિક કાર્ય દરમિયાન બાળકોનું ઘડતર થાય છે તેમ જણાવ્યું હતું. શિક્ષણ થી જ સામાજિક જીવનામાં આપણે ઉમદા બની શકીયે છે. શિક્ષણમાં મળેલ ડિગ્રી પોતાની મિલ્કત છે જે માટે શિક્ષણ પૂરું પાડનાર પોતાના ગુરુજનો અને તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. જીવનમાં શિક્ષણની ભુખ હોવી ખુબ જ જરૂરી છે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.આ પ્રંસગે શાળાના આચાર્યા અમલ રાજે ‘વસુદેવ કુટુંબક્કમ’ નો હાર્દ સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વિવિધતામાં એકતા એજ સાચું જીવન છે. જીવન એક સત્ય અને અસત્ય વચ્ચે ચાલતો સંઘર્ષ છે. ત્યારે અહંકાર, અભિમાનને નેવે મૂકી સાચા અને નમ્ર બની જીવન જીવવાની સૌને અપીલ કરી હતી. વધુમાં તેઓએ શાળાની શેક્ષણિક સિદ્ધિઓને વર્ણવી સરકારના સ્વછતા અભિયાન, વિકાસ સપ્તાહ, મતદાન જાગૃતિ જેવા કાર્યક્રમોમાં પણ સહભાગી બની શાળાના ઉથાન અને વિકાસ માટે કામ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતુ.શાળાના વાર્ષિક મહોત્સવની ઉજવણી પ્રંસગે સુબીર નવ જ્યોત શાળાના ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ‘વિવિધતામાં એકતા’ થીમ આધારિત વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતાં. જેમાં, સામાજિક જીવન આધારિત નાટક, સુંદર પૃથ્વીનું નિર્માણ, દુનિયાની રચના, મારી માટી મારો દેશ, અમે વિશ્વ ગુરુ, ગુર્જરની રમઝટ, ડાંગનો ડોળ, અમુ આદિવાસી જેવી થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતા. સુબીર નવ જ્યોત શાળાના વડા ફા. અશોક વાઘેલા, દીપ દર્શન શાળાના આચાર્ય સુહાસીની પરમાર, સહિત સંસ્થાના અગ્રણી ફા. ટોની સહિત શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *