દારૂની હેરાફેરી કરતી ક્રિએટા ગાડીને પોલીસે થોભાવવાનો પ્રયત્ન કરતા ક્રિએટા ગાડી રોડની સાઇડનાં ખાડામાં ઉતારી દેતા દારૂનાં જથ્થા પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ મ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ડી.એસ.ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇકાલ તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે ડોલવણ પો.સ્ટે. વિસ્તારમાં સરકારી તેમજ ખાનગી વાહનમાં પ્રોહી./જુગાર ગુના અંગે પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમ્યાન ડોલવણ ચાર રસ્તાથી જામલીયા ગામ તરફથી પીપલવાડા ગામ તરફ જતા બરડીપાડા ગામની સીમમાં નિશાળ ફળીયામાં આવતા સામેથી એક સફેદ ક્રિએટા કાર નં.UP-14-CX-8855ની પુરઝડપે આવતા તે કારને રોકવા ખાનગી વાહનો રોડ ઉપર ઉભા રખાવતા સામેથી આવતી ક્રિએટા કાર ચાલકે અચાનક પોતાની કાર રોડ ઉપર દુર ઉભી રાખી કાર પરત વાળવા જતા જગ્યાએ સાંકડો રોડ હોય તેની કાર રોડની સાઇડમાં આવેલ ખાડામાં ઉતરી ગયેલ પોલીસના માણસો તથા સાથેના પંચો સાથે તે જગ્યાએ દોડીને જતા તેટલા સમયમાં કાર ચાલક તેની કારમાંથી ઉતરી રોડની આજુબાજુમાં જંગલ વિસ્તાર હોય જેમાં નાશી ગયેલ જેથી ક્રિએટા કાર નં. UP-14- CX-8855, કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-ની અંદર તપાસ કરતા વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ વ્હિસ્કી/ટીનની નાની બાટલીઓ કુલ નંગ- ૧૧૫૧, (કુલ ૫૧૪.૩૮૦ લીટર), કુલ કિંમત રૂ. ૧,૩૯,૬૬૪/- નો પ્રોહી મુદ્દામાલ તથા ફાસ્ટટેગ નંગ-૨, મળી કુલ્લે રૂ.૬,૩૯,૬૬૪/- નો મુદ્દામાલ પકડી પાડી નાશી જનાર કારચાલક આરોપીને વોન્ટેડ જાહેર કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. ડી.એસ. ગોહીલ, એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો સ્કોર્ડ, જી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, પો.કો. રોનક સ્ટીવન્શન, તથા પો.કો. અરૂણભાઇ જાલમસિંહ, નોકરી- એલ.સી.બી., જી.તાપીએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.