વ્યારામાં ફ્રીડમ રન નામની મીની મેરેથોન દોડ આયોજીત કરવામાં આવશે
સ્વચ્છતા હી સેવા, સ્વસ્થ ભારત-તંદુરસ્ત ભારત અને વ્યસનમુક્ત ભારતના આશયથી તાપી જિલ્લાના આંગણે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચનું આગવુ આયોજન
0000000000000000
દોડ અને સ્પોર્ટ્સના માધ્યમથી નગરીકો કચરો, માંદગી અને વ્યસનના રાક્ષસી ભરડામાંથી મુક્ત થાય તેવી વહીવટી તંત્ર તરફથી સૌને શુભેચ્છા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.16. તાપી જિલ્લામાં તા.26 ઓકટોબરના રોજ રાત્રી મરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આયોજન તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે, પરંતુ આ મેરેથોન સરકારી, બિન સરકારી અને કોઈપણ જાતના ભેદભાવ વગર ભારતના કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે તેવા આશયથી આયોજીત કરવામાં આવી છે.
સ્વચ્છતા હી સેવા, સ્વસ્થ ભારત- તંદુરસ્ત ભારત અને વ્યસનમુક્ત ભારત આવા ત્રણ ઉમદા આશય એક જ ઈવેન્ટમાં પરિપૂર્ણ થતાં જોવા મળશે. ફ્રી ઈન્ડિયા -ફ્રીડમ રનના શીર્ષક વાળી આ રન વ્યારા શહેરમાં રાત્રિના સમયે સાયજી ગ્રાઉન્ડથી શરૂ કરવામાં આવશે અને 10 કિમીના સર્કિટમાં પૂર્ણ કરવામાં આવશે. દોડ માટે 3 કિમી અને 10 કિમી એમ બે પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રનમાં કોઈપણ નાગરિક, પ્લેયર્સ, સ્પોર્ટ્સમેન, મહિલાઓ, અને સિનિયર સીટીઝન પણ જોડાઈ શકશે. આ રન સાથે બીજી ઈવેન્ટ રસ્સા ખેંચ પણ આયોજીત કરવામાં આવી છે. આ બંને સ્પર્ધાની નોંધણી સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવી છે. આપેલ qr કોડ સ્કેન કરીને કોઈપણ વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, શાળાઓ -કોલેજો, યોગબોર્ડના સભ્યો, નહેરુ યુવા કેન્દ્રના સભ્યો, મંડળીઓ અને તાપી જિલ્લાના સર્વે નાગરિકો અને દોડવીરોને નામ નોંધણી કરીને આ રન તથા રસ્સા ખેચ સ્પર્ધામાં જોડાવા માટે કલેકટરશ્રી વિપિન ગર્ગે અપીલ કરી છે.
000000000000000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.