વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાની ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.15. વિકાસ સપ્તાહ કાર્યક્રમ અનુસંધાને સમગ્ર તાપી જિલ્લાની પ્રાથમિક શાળામાં બાળકો માટે ચિત્ર તેમજ નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ની કચેરી દ્વારા તાલુકા લેવલે નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજી કુલ 15-15 જેટલા વિધ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજી તેમાંથી 3 ઉત્તમ સ્પર્ધકોને કલેકટરશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ. ચિત્ર સ્પર્ધામાં ડોલવણના ક્લકવા શાળાની ત્રિશા મયૂરભાઈ પટેલ પ્રથમ, કુકરમુંડાની બહુરૂપા પ્રા.શાની અર્ચના કાશીનાથ ઠાકરે દ્વિતીય, અને છીંડીયા પ્રાશમિક શાળાનો ધ્રુવ જિતેન્દ્ર ગામિત તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે નિબંધ સ્પર્ધામાં સોનગઢના ગતાડીની દ્રષ્ટિ કુમારી રવીન્દ્ર ગામિત પ્રથમ, નિઝરની કોમળ ટી મારકણા દ્વિતીય તેમજ કુકરમુંડાની બેજ પ્રાથમિક શાળાની મીનતીબેન કુમાવત તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. આ તમામ વિજેતાઓને કલેટકટરશ્રી એ અભિનંદન આપ્યા હતા તેમજ સૌને કલેકટર કચેરી ખાતે અભિવાદન કરવામાં આવ્યા હતા.
000000000000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.