સેવા સેતુમાં મંજૂર થયેલા પોતાના નિરાધાર પેન્શન યોજનાથી મહેશભાઇ ભાવ વિભોર બન્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તમારી પાસે નોકરી છે તો તમારી બચત હશે પરંતુ તમારી પાસે નોકરી નથી તમે ઉમરલાયક થશો પછી તમારું ગુજરાન ચલાવવા તમે શું કરશો ? રાજ્ય સરકારની એક અનેરી યોજના વિષે આજે વાત કરવી છે. આ યોજના છે નિરાધાર વૃદ્ધ સહાય યોજના. સરકાર આ યોજના થકી નિરાધાર અને વૃદ્ધ નાગરિકોની વહારે આવી તેમને મદદરૂપ થાય છે. અહી મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા તાપી જિલ્લામાં આપણને એક વયસ્ક નાગરિક મળી ગયા તેમની કહાની ખૂબ રોચક છે. વ્યારા તાલુકાના દેગામા ગામની સીમમાં આવેલા કોંકણવાડ નામનું ગામ. કપુરા ગામના જુથ ગ્રામ પંચાયતમાં આવતું આ એક કસ્બામાં રહેતા મહેશભાઇ કાશીરામભાઈ કોંકણી જેઓ હાલમાં જ સિનિયર સિટીઝન બન્યા છે. નાના પાયા પર ખેતીની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા આ મહેશભાઇને હાલમાં ગ્રામ પંચાયતમાંથી ફોન આવ્યો કે તેમના કેવાયસી કાગળ લઈને બીજે દિવસે પ્રાથમિક શાળામાં પહોંચે.
તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં 7 ઓકટોબરથી 15 ઓકટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે સેવા સેતુ કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલો. જેમાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ જે લોકો શહેર કે જિલ્લા કક્ષાએ પોતાના કામકાજ માટે જઈ નથી શકતા તેમના ઘર આંગણે સરકારની કેટ-કેટલીય યોજનાઓનો લાભ આપવામાં આવે છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં મહેશભાઇ કોંકણીને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. મહેશભાઇ પોતે આર્થિક સંકટમાં હતા, એવા સમયે જ તેમને કોકણવાડ પ્રથિમક શાળામાં આવેલા તલાટી અને મામલતદાર કચેરીના અધિકારીઓએ તેમને સ્થળ પર કેવાયસી કરી તેમનું પેન્શન મંજૂર કર્યું હતું. મહેશભાઈને આ અંગે કોઈ ટેકનિકલ નોલેજ ન હતું, પરંતુ જ્યારે તેમને સમજાવવામાં આવ્યું કે તમારું પેન્શન મંજૂર થઈ ગયું છે ત્યારે મહેશભાઇ ભાવ વિભોર બની ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે પોતાના નાના મોત ખર્ચમાં, ખેતીના રોકાણમાં કે રોજ બરોજની જીવન ઉપયોગી ચીજ વસ્તુઓ ખરીદવામાં તેમને આ પૈસા કામ લાગશે. આપણે ઈચ્છીએ કે મહેશભાઇ નું જીવન દર મહિને આવનારા પેન્શનના પૈસા થી બદલાઈ જશે અને તેમના જીવનમાં સમૃદ્ધિ આવશે
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.