ગુજરાતના 14 જિલ્લામાંથી તાપી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષીક આચાર્ય સંઘના અઘ્યક્ષ કેતન શાહનું સુરત પોલીસ કમિશ્નર ગેહલોત દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ ટ્રોફી પ્રમાણપત્રથી બહુમાન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાતના 14 જિલ્લામાંથી તાપી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષીક આચાર્ય સંઘના અઘ્યક્ષ કેતન શાહનું આજરોજ ભારત સરકાર ના બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નેજા હેઠળ સુરત પોલીસ કમિશ્નર ગેહલોત દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ ટ્રોફી પ્રમાણપત્રથી બહુમાન કરી વિશ્વ માનક દિવસની ઉજવણી કરી.
આજરોજ સુરત ઝોનના બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ભારત સરકાર દ્ધારા અધિકૃત સંસ્થા (World Standards Day) દર વર્ષે 14 ઓક્ટોબરે ઉદ્યોગમાં જાગૃતિ લાવવા અને ગ્રાહકોને (jago grahak jago) વૈશ્વિક અર્થતંત્રમાં માનકીકરણનું મહત્વ બતાવવા માટે ઉજવવામાં આવે છે. જેમાં સ્ટાન્ડર્ડતાનું મહત્વ, વસ્તુની ગુણવત્તા જાળવવાની તેમજ ટકાવ અને isi mark વાળી વસ્તુનો જ ઉપયોગ કરવો જોઈએ. તેના વિષે શાળાઓમાં બાળકમાં જાગૃતતા ફેલાવવા અને સમજણ કેળવવા સ્ટાન્ડર્ડ ક્લબની સ્થાપના કરવામાં આવી. જેમાં જિલ્લા રીસોર્શ પર્સન એવમ તાલીમાર્થી તજજ્ઞની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 14 જીલ્લામાંથી શ્રેષ્ઠ કામગીરી બદલ સુરત પોલિસ કમિશનરનાં હસ્તે ટ્રોફી પ્રમાણપત્ર આપી તાપી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક આચાર્ય સંઘના અઘ્યક્ષ જે વિરપુર વિદ્યાલયના આચાર્ય કેતન શાહનું સન્માન કરવામાં આવ્યું. જેઓએ તાપી જીલ્લાના છેવાડાની 23 શાળાઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં 9 થી 12 ધોરણના 9820 વિદ્યાર્થીઓને માહિતી આપી વસ્તુની ગુણવત્તાવાળા સામાન, ટકાવ વસ્તુ વાપરવી તેમજ isi mark, ISO, BIS વિષે શાળાઓમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પ્રવાસ યોજી ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં અગ્રસર રહ્યા. આમ શ્રેષ્ઠ કામગિરી બદલ કેતન શાહનું સન્માન સુરત પોલિશ કમિશ્નરશ્રી ગેહલોત દ્વારા કરવામાં આવ્યું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.