ડાંગનાં આહવામાં એક વૃદ્ધાનાં મકાન પર ઝાડ ધરાશયી થઈ પડી જતા નુકસાન
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : બુધવારે મોડી સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનાં અરસામાં ડાંગ જિલ્લાનાં આહવા પંથકમાં ધોધમાર વરસાદની સાથે વાવાઝોડુ ફૂંકાયુ હતુ. ડાંગ જિલ્લાનાં આહવા પંથકમાં વીજળીનાં કડાકા ભડાકા અને વાવાઝોડુ સાથે ધોધમાર વરસાદ પડયો હતો. આહવા પંથકમાં માત્ર બે કલાકમાં જ 3 ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો.જેમાં આહવાનાં મેડિકલ કોલોનીમાં રહેતી વૃદ્ધા નામે ઉષાબેન જગદીશભાઈનાં ઘર પર વાવાઝોડાનાં પગલે તોતિંગ વૃક્ષ ધરાશયી થઈ તૂટી પડતા જંગી નુકસાન થયુ હતુ. સાથે ઘરવખરીનો સામાન પણ પલળી ગયો હતો. અહી ઘરમાં 70 વર્ષીય વૃદ્ધા અને તેની બહેન તેમજ તેમની 4 વર્ષની દીકરીનો ચમત્કારિક બચાવ થયો હતો. અહી વૃદ્ધાનાં ઘર પર ઝાડ ધરાશયી થઈ પડતા તેઓની છત છીનવાઈ જવા પામી છે. જેથી વહીવટી તંત્ર તુરંત જ સહાયની મદદ કરે તે જરૂરી બની ગયુ છે.
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 24 મિમી, વઘઇ પંથકમાં 01 મિમી, જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 76 મિમી અર્થાત 3.04 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.