સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં શિવારીમાળ ગામે માલસામાનનો જથ્થો ભરેલ કન્ટેનર માર્ગની સાઈડ સંરક્ષણ રેલીંગ તોડી ઘર નજીકના ખાડામાં ખાબકતા મોટી દુર્ઘટના ટળી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં પુણે તરફથી માલસામાનનો જથ્થો ભરી ઓડિસા તરફ જઈ રહેલ કન્ટેનર ન.ઓ.ડી.11.એ.એફ.3638 જે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજય ધોરીમાર્ગનાં શિવારીમાળ ગામમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ કન્ટેનર માર્ગની સાઈડમાં લગાવેલ લોખંડની એંગલ સાથે ભટકાઈને આ એંગલ તોડી ઘર નજીકનાં ખાડામાં ખાબકતા ઘટના સ્થળે અફરા તફરી મચી જવા પામી હતી.જોકે અહી કન્ટેનર લોખંડની એંગલને અટકી જતા નજીકનું ઘર બચી જવાની સાથે મોટી દુર્ઘટના ટળી હતી.આ અકસ્માતનાં બનાવમાં કન્ટેનરને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *