કાકડકુંવાની સરકારી શાળામાં સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તાપી-વ્યારા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ એમ.ડી. વિઠ્ઠલપરા પોલીસ ઇન્સપેકટર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની સુચનાં મુજબ સરકારી માધ્યમિક શાળા કાકડકુંવાના પ્રિન્સીપાલશ્રી જયેશકુમાર ભંડારીના સહયોગથી માસના દ્વીતીય બુધવાર “સાયબર જાગૃતિ દિવસ” અનુસંધાને સાયબર ક્રાઇમ અવેરનેશનુ આયોજન કરવામાં આવેલ. જેમા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ આઇ.ડી. દેસાઇ તથા હે.કો. હરપાલસિંહ ઝાલા તથા પો.હેડ કોન્સ. રવિન્દ્રભાઈ ચૌહાણ હાજર રહેલ અને શાળાના વિધાર્થીઓએ આ સેમીનારમાં ઉત્સાહ પુર્વક ભાગ લીધેલ અને આ સેમીનારમાં પો.સ.ઇ આઇ.ડી. દેસાઇ તથાં હેડ કોન્સ. રવિન્દ્રભાઈએ સાયબર ક્રાઇમને લગતા બનાવો અંગેની વિધાર્થીઓને રૂપરેખા આપેલ અને હાલમાં બનતા સાયબર બુલીંગ, સોશિયલ મિડિયા સંબંધિત ફ્રોડ, ફાનાન્સીયલ ફ્રોડ, જોબ ફ્રોડ, હેકિંગ, ડેટા થેફટ, ફિશીગ, ઇ- મેઇલ સ્પુફિંગ વિગેરે બાબતે બનતા ગુનાઓ તેમજ તેનાથી કઇ રીતે સાવચેત રહેવુ. ભોગ બન્યા હોય તો તાત્કાલીક ધોરણે કેવા કેવા પ્રકારના પગલા લેવા તે અંગેની સંપુર્ણ માહિતી સરળ ભાષામાં વિધાર્થીઓને આપેલ.

આ સેમીનારમાં સહયોગ આપવા બદલ હાજર રહેલ, સરકારી માધ્યમિક શાળા કાકડકુંવાના મદદનીશ શિક્ષકશ્રી જ્યોતીબેન ચૌધરીનો તેમજ સ્ટાફ  દ્રારા સાયબર જાગૃતિ દિવસના કાર્યક્રમને સફળ બનાવવા બદલ તાપી-જીલ્લા પોલીસ જાહેર આભાર વ્યકત કરે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *