ગિરિમથક સાપુતારા ખાતે ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોય તેવામાં હેલિપેડ વિસ્તારમાં તાર ફેન્સીંગનાં કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની બૂમરેંગો ઉઠી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે જ્યારથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડી છે. ત્યારથી અનેક સમસ્યાઓ ઉદભવી રહી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યુ છે. જોકે હવે તો વિકાસના કામોમાં પમ ભ્રષ્ટાચાર આચારવામાં આવી રહ્યો હોય તેવી બૂમરેંગો ઉઠવા પામી છે. ગિરિમથક સાપુતારાનાં હેલીપેડ વિસ્તારમાં તાર ફેન્સીંગનાં કામમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડેલ છે. અને આ જગ્યા હાલમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી ગબડાવવામાં આવી રહી છે. જેના કારણે સમસ્યાઓનું નિર્માણ તો થઈ રહ્યુ છે. જોકે હવે ભ્રષ્ટાચાર પણ આચારવામાં આવી રહ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. સાપુતારાનાં હેલીપેડ વિસ્તારમાં એજન્સી દ્વારા તાર ફેન્સીંગનું કામ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ આ કામમાં માત્રને માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવુ તપાસ કરતા જણાઈ રહ્યું છે. તેમજ સ્થાનિકો દ્વારા પણ અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અહી હલકી કક્ષાનાં મટીરીયલનો ઉપયોગ કરીને તકલાદી કામ કરવામાં આવી રહ્યુ છે. હેલીપેડને કોર્ડન કરવા માટે છ ફૂટની સ્ક્વેર વાળી જાળી લગાવી હેવી એંગલ લગાવી કામ થવુ જોઈતુ હતુ. પરંતુ કાંટાવાળી તાર વીટાળી ભ્રષ્ટાચાર આચરીને કોન્ટ્રાકટર અને અધિકારીઓ દ્વારા પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવામાં આવી રહ્યો છે. ત્યારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતમાં ગેરરીતિ આચારવામાં આવી રહી છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને સાપુતારા નવાગામના જાગૃત નાગરિક વિજય પવાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, હેલીપેડ ને કોર્ડન કરવા પહેલા યોગ્ય સર્વે કરવો જોઈએ તદ્દન તકલાદી કાંટાવાળી તાર ફેન્સીંગ કરી કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું જોવા મળી રહ્યુ છે. વધુમાં હેલીપેડ થઈને નવાગામના નવા ડેમ પાસે જવાનો રસ્તો છે. તળાવમાં અકસ્માતની કોઈ ઘટના બને તો તળાવ પાસે જલ્દીથી પહોંચવું ક્યાંથી ? હેલીપેડ થઈને તળાવ પર જવાનો રસ્તો પણ તંત્રની બેદરકારીના પગલે બંધ થઈ ગયો છે. ડેમનો ઓવર ફ્લો પાર્ટ અને ડેમનાં કર્મચારીઓની રેસ્ટ ઓફિસ પણ આવી છે. યતઆ સમગ્ર બાબતનું ધ્યાન રાખી આ કામ કરવું જોઈતુ હતુ. તેમજ સાપુતારા ખાતે ધંધો રોજગાર ચલાવતા અને નવાગામના રહેવાસી જયેશભાઈ પ્રજાપતિ એ આ અંગે જણાવ્યુ હતુ કે, સાપુતારામાં વિકાસ જરૂરી છે.પરંતુ વિકાસના પાછળ યોગ્ય આયોજન પણ જરૂરી છે.તાજેતરમાં જ હેલીપેડ વિસ્તારમાં તાર ફેન્સીંગનું કામ થયું છે પરંતુ આ કામમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થયો હોય તેવું જોઈને લાગી રહ્યુ છે. હેલીપેડને કોર્ડન કરવા માટે છ ફૂટની સ્ક્વેર વાળી જાળી લગાવી હેવી એંગલ લગાવી કામ થવુ જોઈતુ હતુ પરંતુ કાંટાવાળી તાર વીટાળી ભ્રષ્ટાચારને ભારે અંજામ આપ્યો હોય તેવું લાગી રહ્યુ છે. આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ. અહીં સ્થાનિક નાગરિકો દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે કે પછી ચાલે છે તેવુ ચાલવા દોનું વલણ અપનાવીને ભ્રષ્ટાચારને અંજામ આપવામાં આવશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યુ.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *