માંડવી પોલીસ સ્ટેશનમાં જાહેર સુલેહ શાંતિ ભંગ વિરૂધ્ધના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહીલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.પો.કોન્સ. ધનંજયભાઇ ઇશ્વરભાઈ તથા એલ.સી.બી.ના પો.કો. અરૂણભાઈ જાલમસિંહને મળેલ સંયુકત રીતે ખાનગી બાતમી આધારે વ્યારા સ્ટેશન રોડ નવા બસ સ્ટેશનની સામે રોડ ઉપરથી સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પો.સ્ટે.મા નોંધાયેલ જાહેર સુલેહ શાંતિ ભંગનો ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- રણજીતભાઇ બુધિયાભાઇ ચૌધરી ઉ.વ.૪૮ ધંધો.ખેતી રહે.પીપલવાડા ગેટ ફળીયા તા.માંડવી જી.સુરતને તા.૦૮/૧૦/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે.ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઈ, પો.કો. અરૂણભાઈ જાલમસિંહ, અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇ, પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના અ.પો.કોન્સ. ધનંજયભાઇ ઇશ્વરભાઇ તથા અ.પો.કોન્સ. હસમુખભાઇ વિરજીભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.