ડાંગ સેવા મંડળ માં આવેલ ન્હારી રેસ્ટોરન્ટએ જમાવ્યો દુર્ગંધનો અડ્ડો : ખાડો ખોદી ખુલ્લી ગટરને કારણે બીમારીને આમંત્રણ !!
ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવા ખાતે ડાંગ સેવા મંડળનાં કમ્પાઉન્ડમાં ખુલ્લી ગટરને પગલે માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી નાગરિકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ..
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ડાંગ સેવા મંડળનાં કમ્પાઉન્ડમાં નાહરી રેસ્ટોરન્ટ ચલાવતા સંચાલક દ્વારા ખાડો ખોદી ખુલ્લી ગટર મૂકી દેવાતા તીવ્ર દુર્ગંધથી આસપાસનાં દુકાન ધારકો સહીત કચેરીએ કામકાજ અર્થે આવતા અરજદારો ખુલ્લી ગટરની દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.જિલ્લાનું મુખ્ય મથક આહવાનાં ડાંગ સેવા મંડળનાં કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર ખાડો ખોદી રેસ્ટોરન્ટ સંચાલકે ખુલ્લી ગટર છોડી દેતા લોકોમાં રોગચાળા ફેલાવાની સાથે મચ્છરનાં ઉપદ્રવનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો છે.જિલ્લા મથક આહવા ખાતે આરોગ્ય ,પાણી પુરવઠા સહીત વિવિધ કચેરીઓ આવેલ હોવા છતાં ડાંગ સેવા મંડળનાં કમ્પાઉન્ડમાં ખુલ્લી ગટર રાખનાર રેસ્ટોરન્ટ સંચાલક સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે.તેવામાં તંત્ર આળસ ખંખેરી લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરનાર રેસ્ટોરન્ટ સંચાલક સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યુ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.