સસરા અને વહુના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન ટીમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામમાંથી 181 હેલ્પલાઇન પર પીડિત મહિલા દ્વારા ફોન કરી જણાવવામાં આવેલ કે તેમના સસરા રોજ તેમની સાથે ઝઘડો કરી માનસિક ત્રાસ આપે છે જેથી સમજાવવા માટે મદદની જરૂર છે. તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પ લાઈન ટીમ જણાવેલ સરનામે પહોંચી જઈ મહિલાની સમસ્યા વિશે વિગતે જાણકરી મેળવતા જાણવા મળેલ કે, પીડીતાને હાલ સાત વર્ષનો એક દીકરો છે ઘરમાં એકનું એક બાળક હોવાથી એ સાસુ સસરાને લાડકું છે જેના કારણે ઘરમાં વારંવાર ઝઘડા થાય છે. નાનું બાળક હોવાથી વારંવાર જીદ કરે છે અને કોઈ પણ વાત સમજતું નથી. મોબાઇલમાં જોયા કરે છે, મોબાઈલ ના આપે તો ચીજ વસ્તુઓ ને નુકસાન કરેલ છે અને ભણવામાં ધ્યાન આપતું નથી. જેથી પીડીતા તેને સમજાવવા માટે પ્રયત્ન કરે છે અને ઊંચા અવાજે બોલે છે તેમજ ક્યારેક નાનુ બાળક ના સમજતા તેને શિક્ષા આપે છે, તો પીડિતાના સસરા ને ગમતું નથી અને તે પીડિતા સાથે ઝઘડો કરે છે ગાળા ગાળ કરે છે અને રોજ કોઈને કોઈ બાબતે બોલીને સસરા પીડિતા ને માનસિક ત્રાસ આપે છે. આમ તમામ હકીકત જાણી સમા પક્ષ પાસેથી પણ તમામ હકીકત જાણી એ બંને પક્ષનું અસરકારક કાઉન્સિલિંગ કરી બંને પક્ષને બાળક નાનું છે અને તેને વ્યવસ્થિત સંસ્કાર આપવા તેમજ અભ્યાસમાં ધ્યાન આપે તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓ માતા પિતા અને વડીલો દ્વારા કરાવવી જેથી મોબાઈલ નો ઉપયોગ ઓછો કરે અલગ અલગ રમતો રમાડવી તેમજ ઘરમાં એકબીજા સાથે ઝઘડા ન કરવા. જે વિશે સમજ આપી બંને પક્ષે સમજાવી સ્થળ પર સમાધાન કરેલ છે અને જરૂર જણાય તો ફરી 181 હેલ્પલાઇન પર ફોન કરવા માર્ગદર્શન આપેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.