ગુજરાત રાજ્યનાં સુપ્રસિદ્ધ કથાકાર પ.પૂ.રમેશભાઈ ઓઝાએ ગિરિમથક સાપુતારા ખાતેનાં નાગેશ્વર મહાદેવ મંદિરમાં પહોંચ પૂજા અર્ચના કરી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાએ સાપુતારા ખાતે નાગેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.સુપસિદ્ધ કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાએ ગિરિમથક સાપુતારાનાં સર્પગંગા તળાવ કાંઠે આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરમાં પોહચી શાસ્ત્રોકત વિધિથી પૂજા અર્ચના કરી આસ્થાનું ભાથું અતૂટ કર્યુ હતુ.પૂજ્ય રમેશભાઈ ઓઝાની સાપુતારા ખાતે સાંદિપની સંસ્કાર ધામ નામની આદિવાસી કુમારોની ધો 8 થી 12 સુધીની શાળા આવી છે.જ્યાં આદિવાસી બાળકોને શિક્ષણ સહિત જીવનમૂલ્યો તથા સંસ્કૃતિનું સિંચન કરવામાં આવે છે.સાંદિપની વિદ્યા સંકુલ સાપુતારાનાં 410 વિદ્યાર્થીઓએ વિશાળ રેલી કાઢી નાગેશ્વર મહાદેવ મંદિરમાં પોહચી પૂજા અભિષેક કરી પૂજ્ય રમેશભાઈ ઓઝાના સાથે આરતીનો લ્હાવો લઈ આસ્થા અને સંસ્કૃતિનું ભાથું બાંધ્યુ હતુ .
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.