CISF કેએપીએસ કાકરાપાર એકમે NCC અને NSSના સંકલનમાં યુવાનોમાં ફાયર સેફ્ટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે જાગૃતિ લાવવા તાલીમ અપાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ડાયરેક્ટોરેટ જનરલ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (ગૃહ મંત્રાલય) ની સૂચના મુજબ આજે તા. 25મીનાં રોજ CISF કે.એ.પી.એસ. કાકરાપાર એકમના ફાયર શાખાના ફોર્સ મેમ્બર્સ દ્વારા ફાયર સેફ્ટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે ફાયર સેફ્ટી અવેરનેસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇવેક્યુએશન ડ્રીલ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન શ્રીમતી આર.પી. ચૌહાણ આર્ટસ અને શ્રીમતી જે.કે. શાહ અને શ્રી કે.ડી. શાહ કોમર્સ કોલેજ અને કે.આર.પી. દરજી ઈન્ડો-અમેરિકન ઈન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું.
જે દરમિયાન ડેપ્યુટી. કમાન્ડન્ટ/ફાયર શ્રી બી.પી.-યાદવ, ઈન્સ્પેક્ટર/ફાયર અરશદ અલી ખાન અને તેમની સમગ્ર ટીમે ઉપરોક્ત વિષય પર NCC કેડેટ્સ, NSS કેડેટ્સ, અન્ય વિદ્યાર્થીઓ અને કોલેજના શિક્ષકોને તાલીમ આપી હતી. CISF યુનિટના એપીએસ કાકરાપારનાં કમાન્ડન્ટશ્રી ભૈરોન પ્રતાપ સિંહ દ્વારા કાર્યક્રમના આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. તાલીમમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ સંદર્ભે કોલેજના પ્રિન્સીપાલ ડો.હિતેન્દ્રસિંહ વાય.ખારવાસીયાએ CISFનાં KAPS કાકરાપાર એકમની ઉત્કૃષ્ટ રીતે તાલીમ આપતા કાર્યક્રમને બિરદાવ્યો હતો અને કાર્યક્રમના આયોજન બદલ આભાર માન્યો હતો. કોલેજમાં આ પ્રકારનો તાલીમ કાર્યક્રમ અગાઉ ક્યારેય યોજાયો ન હતો. તાલીમ દરમિયાન વિવિધ પ્રકારની આફતોમાં પોતાને બચાવવા અને બીજાને બચાવવાની યુક્તિઓ શીખવવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પરિસ્થિતિઓમાં ટકી રહે તે માટે ઈવેક્યુએશન ડ્રીલ પણ હાથ ધરવામાં આવી હતી. આગામી સમયમાં અન્ય શાળાઓમાં પણ ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.