તાપી એલ.સી.બી.એ ગેરકાયદેસર સિગરેટનું વેચાણ કરતાં બે ઈસમો સહિત ઈકો ગાડી ઝડપી પાડી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન . એન . ચૌધરી પોલીસ અધિક્ષક , તાપી નાઓ દ્વારા હાલમાં વૈશ્વિક મહામારી નોવેલ કોરોના covid – 19 વાયરસ અંગે ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રી દ્વારા વિવિધ માર્ગદર્શીકાઓ જાહેર કરવામાં આવેલ છે જેથી વધુ અવર – જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ ગહ મંત્રાલય , ભારત સરકારશ્રી ના તા . ૧૫ / ૦૪ / ૨૦૨૦ ના જાહેરનામા ક્રમાંક : – ૪૦ – ૩ / ૨૦૨૦ – ડીએમ – ૧ ( એ ) તા . ૦૩ / ૦૫ / ૨૦૨૦ તથા જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી તાપી નાઓ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય તાપી જીલ્લા વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી ડી . એસ . લાડ, ઇ/ચા. પો . ઈન્સ , એલ . સી . બી . તાપી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ અ . હે . કો . ગણપતસિંહ રૂપસિંહ , અ . હે . કો . કર્ણસિંહ અમરસિંહ તથા અ . પો . કો . કલ્પેશભાઈ જરસીંગભાઈ નાઓ વ્યારા ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા , દરમ્યાન અ હે . કો . ગણપતસિંહ રૂપસિંહ નાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે , ફોર વ્હીલ ઇકો ગાડી નં . જી . જે . ૨૬ – એ – ૦૯૧૯ માં એક ઈસમ વ્યારા ટાઉનમાં સીગારેટનું છુટક વેચાણ કરે છે અને હાલમા ઈકો ગાડી વ્યારા ટાઉનમાં કુંભારવાડ પ્રમુખ વોટર સપ્લાયર્સ નજીક ઉભી છે , જે આધારે બાતમી હકિકતવાળી જગ્યાએથી ( ૧ ) હરેશ રૂપચંદ ક્રિષ્નાણી તથા ( ૨ ) વિજયના કબ્જા ની ઇકો ગાડી નં – જી – જે – ૨૬ – એ – ૦૯૧૯ માંથી ( ૧ ) ગોલ્ડ ફ્લેક ક્લેક સીગારેટના બોક્સ નંગ – ૫ પેકેટ નં . ૨૫૦ ( ૨ ) ફોર ક્વેર સ્પેશ્યલ સીગારેટના બોક્સ નંગ – ૩ પેકેટ નં . ૬૦ તથા ( ૩ ) ફોર સક્વેર કશ સીગારેટના બોક્સ નંગ – ૩ પેકેટ નં . ૬૦ મળી કુલ્લે પેકેટ નં . ૩૭૦ કિં . રૂ . ૩૪ , ૧૦૦ / – નો સીગરેટનો જથ્થો તથા મારૂતી ઈકો ગાડી કિં . રૂ . ૧ , ૦૦ , ૦૦૦ / – મળી કુલ્લે રૂ . ૧ , ૩૪ , ૧૯૦ / – ના મુદ્દામાલ સાથે રાખી તથા કોરોના વાયરસ COVID – 19 અન્વયે બિન જરૂરી ઘરની બહાર નિકળી પોતાની તથા અન્યની જીંદગીને જોખમ કારક કોરોના વાયરસનો ચેપ ફેલાવા સંભવ હોય બેદરકારી રાખી જાહેરનામાનો ભંગ કરી પકડાઈ ગયેલ હોય તેની વિરૂધ્ધ વ્યારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ અ . હે . કો . ગણપતસિંહ રૂપસિંહ એલ . સી . બી . તાપી નાઓ કરી રહેલ છે .
આમ શ્રી ડી . એસ . લાડ , I / c . પો . ઈન્સ , એલ . સી . બી . તાપી તથા તેમની એલ . સી . બી . ટીમને બિનઆવશ્યક ચીજવસ્તુ સીગરેટનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other