કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે માન. નાયબ મુખ્ય દંડકશ્રી શ્રી વિજયભાઈ પટેલ હસ્તે “ક્રિષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ”ની શરૂઆત કરવામાં આવી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ.પી. પટેલના માર્ગદર્શન હેઠળ તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી સંચાલિત ભારતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે “ક્રિષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ” અને “ટેક્નોલોજી સપ્તાહ”ના પ્રથમ દિવસની ઉજવણી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના પટાંગણમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી વિજયભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્ય દંડકશ્રી, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર અને માનનીય ધારાસભ્યશ્રી, ડાંગ તેમજ શ્રીમતી નિર્મળાબેન એસ. ગાઈન, માનનીય પ્રમુખશ્રી, ડાંગ જીલ્લા પંચાયત, આહવા-ડાંગ દ્વારા લીલી ઝંડી આપીને સ્વર્ણ સમૃધ્ધિ રથનું પ્રસ્થાન કર્યું હતું.
ક્રિષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ નિમિત્તે સ્વર્ણ સમૃધ્ધિ રથ સપ્તાહમાં ડાંગ જિલ્લાના અલગ-અલગ ગામોમાં ફરીને ખેડૂતોને આધુનિક તાંત્રિકતા વિશે જાગરૂકતા આપશે. શ્રી વિજયભાઈ પટેલ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો મહત્તમ લાભ ઉઠાવવા સાથે એકજુટ થઈને ખેત પેદાશોની સારી આવક મેળવવા તથા કાયમી ધોરણે આત્મનિર્ભર થવા ઉપર ભાર મુક્યો હતો. કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. હેમંત શર્મા દ્વારા ડાંગ જિલ્લાની ખેત પેદાશોમાં મૂલ્યવર્ધન કરીને ઊચ્ચ બજાર ભાવો મેળવી જીવન ધોરણ ઊંચું લાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ પ્રદર્શન-વ-પરિસંવાદ, વ્યાખ્યાન, એક્ઝીબીશન, ફીલ્મ શો, ફાર્મ વિઝીટ વિગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમોને અનુરૂપ ફોલ્ડર/લીફલેટ વહેંચણી તથા અસ્પી બાગાયત કોલેજ, નવસારીના ડો. પંકજ ભાલેરાઉ દ્વારા બાગાયત ઉપયોગી ચીજ-વસ્તુઓ ભરવા માટે કેરેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૦૦ થી વધારે ખેડૂતોએ ભાગ લઈને ખેતીની નવિન તાંત્રીકતા પોતાના ખેતર ઉપર અપનાવવા કટીબધ્ધ થયા હતા. આ કાર્યક્રમના શ્રી ચંદરભાઈ ગાવિત, ડો. અજયભાઈ પટેલ, ડો. એચ.ઈ. પાટીલ, ડૉ. એલ.વી. ઘેટીયા, નરેન્દ્રભાઈ રેવાત ઉપસ્થિત રહ્યા હતા.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *