શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં જાખાના ગામ નજીક મોટરસાયકલનાં અડફેટમાં જંગલી ભૂંડ આવી જતા સ્થળ પર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ રાનપાડા ગામનાં રહેવાસી વાળ્યાભાઈ મોતિરામભાઈ પવાર તેઓની મોટરસાયકલ. ન.જી.જે.સી.0551 પર સવાર થઈ બિલમાળ ગામ નજીક શ્રી સંપ્રદાયની ધાર્મિક આરતીમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. તે વેળાએ શામગહાનથી આહવાનો જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં જાખાના ગામ નજીકનાં જંગલ વિસ્તારમાંથી અચાનક જ એક જંગલી ભૂંડ માર્ગ પર દોડી આવી આ મોટરસાયકલ સાથે અથડાતા ઘટના સ્થળે મોટરસાયકલ ચાલક ફંગોળાઈને પડી જતા તેના શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ પોહચી હતી. જોકે સ્થળ પર કદાવર જંગલી ભૂંડ મોટરસાયકલ સાથે અથડાયા બાદ જંગલમાં નીકળી ગયુ હતુ. આ બનાવમાં મોટરસાયકલ ચાલક વાળ્યાભાઈ પવારને શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે પ્રથમ શામગહાન સી.એચ.સી.માં ખસેડાયા હતા. બાદમાં આ ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.