મોટામિયાં માંગરોલની ગાદી ખાતે તેમજ પાલેજ મુકામે ઇદે મિલાદની ભવ્ય ઉજવણી
ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રેમ,માનવતા, શાંતિ અને સૌહાર્દનો માહોલ સર્જાય એ માટે વિશેષ દુઆ કરાઇ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી ખાનવાદા-એ-ચિશ્તીયા ફરીદીયા સાબિરીયા દરગાહ શરીફ (ચિશ્તીયાનગર) મોટામિયાં માંગરોલ દરગાહ કંપાઉન્ડમાં મોટામિયાં માંગરોલની ગાદીન્ વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબનાં સુપુત્ર-અનુગામી ડો. મતાઉદીન ચિશ્તીની, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી તથા બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીની વિશેષ ઉપસ્થિતિમાં પયગંબર સાહેબનાં પવિત્ર મુએ (બાલ) મુબારકની ઝિયારત અકીદતમંદોએ કરી તેમજ કોમી એકતા અને ભાઇચારા માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી.
આ ઉપરાંત પાલેજ મોટામિયાં બાવાની દરગાહ ખાતે ઈદે મિલાદ તહેવાર નિમિત્તે પયગમ્બર સાહેબના પવિત્ર બાલ (મુએ )મુબારકની ઝિયારત કરાવવામાં આવેલ હતી. સલાતો સલામ પઢવામાં આવેલ, ફાતેહા ખાની કરવામાં આવેલ તેમજ દુઆ કરવામાં આવેલ જેમાં ખૂબ મોટી સંખ્યામાં અકીદતમંદો, ભગતભાઈઓ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે મોટામિયાં માંગરોલની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદીન ચિશ્તી સાહેબ તથા તેઓનાં સુપુત્ર અને ઉત્તરાધિકારી ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ડો. મતાઉદ્દીન ચિશ્તી દ્વારા ઉપસ્થિત માનવમેદનીને પયગંબર સાહેબનાં જીવનબોધને પોતાનાં જીવનમાં અપનાવવા હાકલ કરી હતી. ઉપરાંત ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રેમ,માનવતા, શાંતિ અને સૌહાર્દનો માહેલ સર્જાય એ માટે વિશેષ અભ્યર્થના કરાઇ હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.