સોનગઢનાં બોરદાની પ્રાથમિક કેન્દ્ર શાળા ખાતે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું
(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાના બોરદા ગામે આવેલ પ્રાથમિક કેન્દ્ર શાળા ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.
બોરદા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અર્જુનભાઇ વસાવા દ્વારા દરેક શિક્ષકો અને બાળવૈજ્ઞાનીને આવકારવામાં આવ્યા. ત્યાર બાદ ગામના સરપંચ શ્રીમતી ગંગાબેન વસાવા અને માજી સરપંચ ગેમેન્દ્રભાઈ વસાવા, SMC સભ્યો અને ઇન્ચાર્જ CRC. CO. સાહેબશ્રી જીજ્ઞેશભાઈ ચૌધરી દ્વારા દીપપ્રાગટ્ય સાથે રીબીન કાપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી નિર્મેશભાઈ ગામીત અને ઇન્ચાર્જ CRC. CO. જીજ્ઞેશભાઈ ચૌધરી દ્વારા કાર્ય કરવામાં આવ્યું હતું.
પ્રથમ નંબર મેળવનાર બાળ વૈજ્ઞાનિકોને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યું. તે સાથે ભાગ લેવા બદલ તમામ બાળ વૈજ્ઞાનિકોને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું.