સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે “ગણેશ ઉત્સવ – 2024″નું આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારાએ 7/09/2024 થી 11/09/2024 દરમિયાન “ગણેશ ઉત્સવ – 2024” નું આયોજન કર્યું હતું. સંસ્થાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ભગવાન ગણેશની “ઇકો-ફ્રેન્ડલી” મૂર્તિની સ્થાપના કરી. તમામ વર્ષના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો દ્વારા ભગવાન ગણેશની દરરોજ સવારે અને સાંજે આરતી કરવામાં આવી હતી.
ગણેશ ઉત્સવમાં તારીખ 10/9/2024 ના રોજ સાંજે ગણેશજીને “56 ભોગ” ચઢાવવામાં આવ્યા હતા અને મહા આરતી કરી હતી. તારીખ 11/9/2024 ના રોજ છેલ્લા દિવસે સત્યનારાયણની કથા કરવામાં આવી હતી.


ત્યારબાદ ડીજે અને ઢોલ સાથે આધ્યાત્મિક વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડૉ. જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ પ્રવૃત્તિ સમિતિ અને ગણેશ સમિતિના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *