‘એક પેડ, મા કે નામ’ કાર્યક્રમ અંતર્ગત આહવા આકાશવાણી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૧૧: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામેના તરણોપાય તરીકે મોટા પાયે વૃક્ષો વાવવા ‘એક પેડ, મા કે નામ’ અભિયાન દેશભરમા શરૂ કરાવ્યુ છે.
આ અભિયાનના ભાગરૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા આકાશવાણી કેન્દ્રના પરિસર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
આહવા આકાશવાણીના સ્થાનિય પ્રશાસનિક પ્રમુખ અને કાર્યક્રમ પ્રમુખ શ્રી પારસ કટારીયાના માર્ગદર્શન હેઠળ, તેમજ ડાંગ વન વિભાગના સહયોગથી આ વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમા આહવા આકાશવાણી કેન્દ્રના એન્જિનિયરિંગ હેડ શ્રી એન.ડી. ખેરનાર, પ્રસારણ અધિકારી શ્રી રવિકર ડામોર, સહીત આકાશવાણીના કર્મચારીઓએ આકાશવાણી પરિસરમા વૃક્ષો રોપાણ કરી ‘એક પેડ, મા કે નામ’ કાર્યક્રમને સાર્થક બનાવ્યો હતો.
–