માતા દ્વારા લગ્ન માટે જબરદસ્તી કરી માનસિક ત્રાસ આપતા સગીરાએ માંગી 181 હેલ્પલાઇનની મદદ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત રોજ સગીરા દ્વારા મદદ માટે 181 પર કોલ કરી જણાવેલ કે માતા દ્વારા લગ્ન માટે દબાણ કરવામાં આવે છે. જેથી તાપી 181 હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી તમામ હકીકત જાણી તો જાણવા મળેલ કે સગીરા હાલ 18 વર્ષ ની છે. હાલ 12 સાઇન્સ પાસ કરેલ છે અને આગળ અભ્યાસ કરવા માંગે છે. જેથી લગ્ન કરવા માંગતા નથી પરંતુ તેમના લગ્ન માટે તેમના માતાએ એક છોકરાની પસંદગી કરેલ છે અને એની સાથે લગ્ન કરાવવા માંગે છે. સગીરા દ્વારા લગ્નની ના પડતા સગીરાને ગાળા ગાળ કરી ઝગડા કરે છે અને માનસિક ત્રાસ આપે છે તેમજ લગ્ન નહિ કરે તો ઘરમાં નહિ રાખશે. સ્થળ પર માતાને બોલાવી હકીકત જાણી તો તેમણે જણાવેલ ક સગીરા તેમના પેલા લગ્ન કરેલ તેમની દીકરી છે હાલ બીજા લગ્ન કરેલ, જેમના બે બાળકો છે. જેથી તે હવે તેમના ભરણ પોષણનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. જેથી લગ્ન કરાવવા માંગે છે તમામ હકીકત જાણી સગીરા અને તેમના માતાનું કાઉન્સેલિંગ કર્યુ સગીરાના માતાને સગીરા લગ્ન કરવા ના માંગતા હોય તો જબરદસ્તી નહિ કરી શકાય જે વિશે સમજ આપી. કાયદાકીય માહિતી આપી સગીરાના મતા સગીરાને રાખવા માંગતા ના હતા અને સગીરાના પિતાને બોલાવી સગીરાને સોંપવા માંગતા હોવાથી હાલ આશ્રય માટે સખી વન સ્ટોપમાં આશ્રય અપાવેલ છે. આગળ કાર્યવાહી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા થશે.