પીએમ જનમન અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં જન જન સુધી પહોંચી યોજનાકિય લાભનું થઇ રહ્યું છે વિતરણ
સોનગઢ તાલુકાના સિંગપુર ગામના આદિમ જુથ પરિવારોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શિત કરી વિવિધ લાભોથી લાભાન્વીત કરાયા
–
PM-JANMAN કેમ્પ થકી સોનગઢ તાલુકાના સિંગપુર ગામના વતની રંજનબેન વિજયભાઇ કોટવાળીયાને ઘર બેઠા મળ્યો આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ
આયુષ્યમાન કાર્ડનો લાભ મળતા રંજનબહેને સરકારશ્રી અને તાપી જિલ્લા વહિવટી તંત્રનો આભાર વ્યકત કર્યો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૭: દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે બીજા તબક્કાના “PM JANMAN અભિયાન”નો પ્રારંભ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત આગામી ૧૦મી સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વીત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવી સમગ્ર દેશનો વિકાસ સાધવાનો ધ્યેય ભારત સરકારનો છે.
આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં સમગ્ર તંત્ર દ્વારા મિશન મોડ ઉપર સર્વે અને લોક જાગૃતી અભિયાન અને લાભ વિતરણ કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં તાપી જિલ્લા તંત્ર દ્વારા આદિમજુથના પરિવારોને વિવિધ યોજનામાં સમાવવાનો સરાહનિય પ્રયાસ હાથ ધરાયો છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સિંગપુર ગામના રહેવાસી રંજનબેન વિજયભાઇ કોટવાળીયા કે જેમને પોતાના જ ગામમાં યોજાયેલા પીએમ જનમન કેમ્પ દ્વારા પ્રધાન મંત્રી આયુષ્યમાન કાર્ડ મળ્યો છે.ત્યારે આનંદની લાગણી અનુભવતા કોટવાળીયા રંજનબહેને આયુષ્યમાન ભારત કાર્ડ કાડી આપવામાં બદલ સરકારશ્રી અને તાપી જિલ્લા વહિવટી તંત્રનો આભાર વ્યકત કર્યો હતો.
નોધનીય છે કે, આ અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વીત કરી વિકાસની ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે, ત્યારે ‘પીએમ જન મન’ મહાઅભિયાન અંતર્ગત તાપી જિલ્લાના આદિમજુથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભુત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્યધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેયમંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે કમરકસી છે.
ખાસ કરીને નબળા આદિવાસી જૂથ- પીવીટીજીના લાભાર્થીઓના જીવનશૈલીમાં સુધાર કરવાના ઉમદા આશય સાથે તાપી જિલ્લામાં આદિમજુથ સમુદાયના લાભાર્થીઓને વિવિધ યોજનાઓના (૧૦૦ %) લાભ મળી રહે એ હેતુસર ગામોમા યોજનાના પ્રચાર પ્રસાર માટે આગામી ૧૦/૦૯/૨૦૨૪ સુધી IEC કેમ્પ દરમ્યાન વોલ પેંટીંગ, નુક્સ્ડ નાટક(શેરી નાટ્ક), હોર્ડિંગ/બેનર, કાર્ડ વિતરણ, જિંગલ્સ સાથે મોબાઇલ વાનનો ઉપયોગ તથા ખુટતી સુવિધાઓ પુરી પાડવા માટે તાલુકાવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.
000000