તાપી જિલ્લાના ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો અને વાહન ચાલકોને પસાર નહિ થવા અનુરોધ
આકસ્મિક બનાવોમાં ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં ૦૨૬૨૬-૨૨૩૩૩૨ તથા પોલીસ કંટ્રોલ રૂમ નં ૧૦૦ નંબર ઉપર સંપર્ક સાધવા જિલ્લા વહિવટી તંત્રની અપીલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૭ તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહિને લઇ બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હોય જિલ્લાના તમામ લોકોને સાવચેત રહેવુ તથા ભારે વરસાદના સમયે જિલ્લાના પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને ખાસ કરીને ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી કોઈ પણ સંજોગે પસાર ન કરવુ. તેમજ ભારે વરસાદના સમયે તાપી જિલ્લામાં નાની-મોટી નદીઓમાં પાણીનો પ્રવાહ વધુ હોય માછીમારી કે નાહવા ન જવુ જેથી કોઇ પણ અણબનાવ ન બને જે માટે તમામ જાહેર જનસમુદાયને અપીલ કરવામાં આવી છે.
વધુમાં જિલ્લાના વિવિધ માર્ગો ઉપર વૃક્ષો ધરાશાયી થવાના કે પાણી ભરવાના અને વીજ પડવાના કે કોઈ પણ પ્રકારના આકસ્મિક બનાવોમાં તાત્કાલિક જિલ્લાના ડીઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર : ૦૨૬૨૬-૨૨૩૩૩૨ તથા પોલીસ કંટ્રોલ રૂમનો ૧૦૦ નંબર ઉપર સંપર્ક સાધવા તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે.
000000