તાપી જિલ્લાનું ગૌરવ : સોનગઢ-ઉકાઈ પાથરડાનાં હેનીલ અગ્રવાલે IIT બોમ્બેમાંથી B.Techની ડિગ્રી મેળવી

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : સોનગઢ તાલુકાના ઉકાઈ પાથરડાનાં રહેવાસી હેનીલ અગ્રવાલે IIT બોમ્બેમાંથી B.Tech (એરોનોટિકલ એન્જી.) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તેમને ટાટા એડવાન્સ એરોસ્પેસ, બેંગ્લોરમાં ડિઝાઇન એન્જિનિયર તરીકે પસંદ કરવામા આવ્યા છે. તેમના પ્રયાસો, સખત મહેનત, સંઘર્ષ, શિસ્ત સમર્પણ માટે તે ઘણા IIT ઉમેદવારો માટે રોલ મોડલ અને પ્રેરણાની ભૂમિકા ભજવશે. સમગ્ર તાપી જિલ્લા માટે ગૌરવના ક્ષણ અને સમગ્ર તાપી જિલ્લો તમને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે.