તાપી જિલ્લામાં આગામી ૨૯મી ઓગસ્ટ “નેશનલ સ્પોર્ટસ ડે નિમિત્તે સાઇકલિંગ સ્પર્ધા યોજાશે

Contact News Publisher

સ્પર્ધામાં ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ આગામી ૨૮મી ઓગસ્ટ સુધી https://forms.gle/VQ6QHmaBtVT5NgqA9 તથા QR કોડ સ્કેન દ્વારા રજિસ્ટેશન કરવાનું રહશે


(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩ તાપી જિલ્લામાં નેશનલ સ્પોર્ટસ ડે નિમિત્તે સ્પોર્ટૅસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર તેમજ જિલ્લા વહિવટી તંત્ર તાપી દ્વારા આગામી ૨૯મી ઓગસ્ટના રોજ સવારે ૫:૦૦ કલાકે સાઇકલિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ ૨૮/૦૮/૨૦૨૪ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી આપેલ લિંક https://forms.gle/VQ6QHmaBtVT5NgqA9 તથા QR કોડ સ્કેન કરી રજિસ્ટેશન કરવાનું રહશે.આ સ્પર્ધાની શરુઆત જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ પાસેથી કરવામાં આવશે.

નોધનિય છે કે, આ સ્પર્ધામાં મુખ્ય ૦૨ ઈવેન્ટ ૫૦ કિ.મી. સાઈકલીંગ તથા ૨૫ કિ.મી. સાઈકલીંગ યોજાશે. એક ખેલાડી કોઈ પણ એક ઈવેન્ટમાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાઈઓ તથા બહેનો એમ ૦૨ કેટેગરીમાં સ્પર્ધા યોજાશે. ભાગ લેનાર તમામ ખેલાડીઓને હેલમેટ પહેરવુ ફરજીયાત રાખેલ છે. વિજેતા ભાઈઓ – બહેનોને ટ્રોફી આપી સન્માન કરવામાં આવશે તેમજ તમામ ફિનીશર ખેલાડીઓને મેડલ આપવામાં આવશે. આથી આ સ્પર્ધામાં વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે સૌને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર અપિલ કરવામાં આવી છે.

000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *