સી. ઓ. ઈ. કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ દ્વારા વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દર વર્ષે ૨૧ અગસ્ટના દિવસે “વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની” ઉજવવામાં આવે છે. જે અનુરૂપ સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા આજ રોજ (૨૨ અગસ્ટ, ૨૦૨૪) વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી ગવર્મેન્ટ સાયન્સ કોલેજ સોનગઢ ખાતે કરવામાં આવી. જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સી. ઔ. ઈ, ઉકાઈના હેડ ડો. સ્મિત લેન્ડે હાજર રહેલ હતા. સદર કાર્યક્રમમાં ડો. સ્મિત લેન્ડે દ્વારા ઉદ્યોગસાહસિકતા દિવસ બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન ગવર્મેન્ટ સાયન્સ કોલેજ સોનગઢના કુલ ૧૦૦ વિદ્યાર્થીઓ સહભાગી થયેલ હતા. સદર કાર્યક્રમ આયોજીત કરવાનો મુખ્ય ઉદ્દેશ ફિશરીઝ ક્ષેત્રે ઉદ્યોગસાહસિક બાબતે વિદ્યાર્થીઓને જાગૃતિકરણ કરવાનું છે.