સુરગાણા અને આસપાસના વિસ્તારોના તમામ આદિવાસી સમુદાયો વતી, 21ઓગસ્ટ સવારે 11 વાગ્યાથી ઉમ્બરપાડાના ટોલનાકા ખાતે અનિશ્ચિત મુદ્દત માટે ચક્કાજામ આંદોલન
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : સુરગાણા અને આસપાસના વિસ્તારોના તમામ આદિવાસી સમુદાયો વતી, 21ઓગસ્ટ સવારે 11 વાગ્યાથી ઉમ્બરપાડાના ટોલનાકા ખાતે અનિશ્ચિત મુદ્દત માટે ચક્કાજામ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્ર સરકાર PESA ઉમેદવારોની 17 કેડરની જગ્યાઓ ભરતી નથી તેમ છતાં તેઓ નોકરી માટે લાયક છે. આ પ્રતિબંધ માટે ઘણા લાયક યુવાનો ભૂખ હડતાળ પર છે. જોકે, સરકાર આ આંદોલનને ગંભીરતાથી લઈ રહી નથી, જેના કારણે ઉમેદવારો અને તેમના પરિવારજનોમાં રોષ ફેલાયો છે.
ઘણા રાજકીય પ્રતિનિધિઓએ આ આંદોલનમાં ભાગ લીધો છે અને તેમનું સમર્થન દર્શાવ્યું છે. 21 ઓગસ્ટે મહારાષ્ટ્ર એક સાથે ચક્કા જામ કરશે. આ માટે મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ ઉપસ્થિત રહેલ છે. તાલુકાના બોરગાંવ સુરગાણા, પલસણ ઉમ્બરથાન સરદમાં બજારો સખત રીતે બંધ રાખવામાં આવ્યા છે.
તાલુકામાં હોસ્પિટલ સિવાયની સરકારી કચેરીઓ પણ બંધ રાખવામાં આવી છે. પોલીસે સારી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે
આ માંગણીઓ છે
સરકારે PESA હેઠળ 17 કેડરમાં નોકરી માટે પાત્રતા ધરાવતા યુવાનોને તેમની યોગ્યતા મુજબ કાયમી ધોરણે ભરતી કરવી જોઈએ, PESA ક્ષેત્રમાં ફોરેસ્ટ લેન્ડ એક્ટનો કડક અમલ કરવો જોઈએ અને PESA એક્ટમાં આદિવાસીઓ માટેની તમામ જોગવાઈઓ અને છૂટછાટોનો તાત્કાલિક અમલ કરવો જોઈએ.