અજાણ્યા યુવકો પલ્સર બાઇક ઉપર આવી સોનારની ચાંદી ચોરી ભાગી છૂટ્યા હતાં : ભાગી ગયેલ ચોરટાઓને પકડી પાડતી નિઝર પોલીસ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપીના નિઝર પો.સ્ટે.માં ગઇ તા.૨૦/૦૧/૨૦૨૪ના રોજ નોંધાયેલ ગુના મુજબ નિઝર ગામથી એક-બે કી.મી.ના અંતરે નંદુરબાર જતા રોડની સાઇડમાં બનેલ હતો. જેમા રોજીંદી રીતે વેલ્દાથી દુકાન બંધ કરી નંદુરબાર ઘરે જતી વખતે નિઝર ગામથી એક-બે કી.મી.ના અંતરે પોતાની એકટીવા ગાડી રોડની સાઈડમા ઊભી રાખી પેશાબ કરતા હતા તે વખતે નંબર પ્લેટ વગરની પલ્સર બાઈક ઉપર બે અજાણ્યા યુવકોએ આવી ગાડી ઉપર મૂકેલ ચાંદી ચોરી કરી નંદુરબાર તરફ નાસી છૂટ્યા હતાં.
આ ગુનામાં પો.ઈ.શ્રી વી.કે. પટેલ નિઝરની સૂચના અને માર્ગદર્શનના આધારે ખાનગી બાતમી આધારે તથા શકમંદ લોકોના ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન રીસોર્સ આધારે માહીતી મેળવી આરોપી – કમલેશભાઇ આપસિંગભાઇ વળવી ઉ.વ.૨૪ ધંધો-મજુરીકામ રહે-વ્યાહુર ગામ હનુમાન મંદિરની સામે તા.જી. નંદુરબાર (મહારાષ્ટ્ર)ની પુછપરછ કરતા તેણે પોતાનો આ ગુનો કબુલ કરી લેતા અને આ ગુનામાં અન્ય બીજા આરોપીઓ સુરજભાઈ શરદભાઇ પાડવી ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે-નલવા ગામ હનુમાન મંદિરની સામે તા.જી.નંદુરબાર તથા ઋષિભાઈ રવિંદ્રભાઇ રહે-નારાયણપુર પાપનેર મહારાષ્ટ્રની પુછપરછ કરતા ગુનો કબુલ કરતા તેઓની અટક કરી ગુનો શોધી કાઢેલ છે.
તેમજ આ ગુનામાં ચોરીમાં ગયેલ ચાંદીના અલગ અલગ પ્રકારના કુલ્લે નંગ – ૧૬ જેનું કુલ વજન ૦૧ કિલ્લો જેની કુલ્લે કિંમત રૂા.૭૦,૦૦૦/- જે મુદ્દામાલ રીકવર કરી તેમજ ગુન્હાના કામે વપરાયેલ મો.સા. રજી.નં. MH-39-AK-7216 જેની કિ.રૂા.૭૦,૦૦૦/- ગણી લઇ કુલ મુદ્દામાલ કિ.રૂા.૧,૪૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડેલ છે.
શોધાયેલ ગુનો-
(૧) નિઝર પો.સ્ટે.ના .”A” પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૭૨૪૦૦૨૫/ ૨૦૨૩, IPC કલમ- કલમ-૩૭૯,૧૧૪, ૧૨૦(બી)
પકડાયેલ આરોપીઓ-
(૧) કમલેશભાઇ આપસિંગભાઇ વળવી ઉ.વ.૨૪ ધંધો-મજુરીકામ રહે-વ્યાહુર ગામ હનુમાન મંદિરની સામે તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)
(૨) સુરજભાઇ શરદભાઇ પાડવી ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે-નલવા ગામ હનુમાન મંદિરની સામે તા.જી.નંદુરબાર
(૩) ઋપિંદ્ભાઇ રવિંદ્રભાઇ ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે-નારાયણપુર પાપનેર તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)
ગુન્હાનાં વોન્ટેડ આરોપી
(૧) દેવીદાસ રઘુનાથ પવાર રહે, નારાયણપુર, પાપનેર તા.જી. નંદુરબાર (મહારાષ્ટ્ર)
કામગીરી કરનાર ટીમ :-
શ્રી પો.ઈ. શ્રી. વી.કે. પટેલ પોલીસ ઇન્સ્પેકટર, તથા અ.હે.કો. યોગેશભાઇ ભગતસિંહ તથા પો.કો. મેહુલભાઇ અરવિંદભાઇ તથા પો.કો. યતિનભાઇ શ્રાવણભાઇ તથા પો.કો. સંતવાનભાઇ ગોમાભાઈ તથા પો.કો. મુકેશભાઈ સેંધાજી તથા પો.કો. ઉમેશભાઈ રમેશભાઇ તથા પો.કો. કલ્પેશભાઇ મસાભાઇ