કે.વિ.કે. તાપી અને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી-તાપીના સંયુક્ત ઉપક્રમે મધમાખી પાલન વિશે ખેડૂત તાલીમ યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તાપી અને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી-તાપીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ન. મ. કૃષિ મહાવિદ્યાલયના હિરક મહોત્સવની ઉજવણી અંતર્ગત મધમાખી પાલન વિશે ખેડૂત તાલીમ કાર્યક્રમ તા. ૧૬ અને ૧૭/૦૮/૨૦૨૪ના રોજ યોજાયો હતો. જેમાં તાપી જિલ્લાનાં ૮૦ જેટલા ખેડૂત ભાઇઓ અને બહેનોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં કેવિકે, તાપીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડયાએ બધાં મહેમાનોનેઆવકારી મધમાખી પાલનનું મહત્વ સમજાવ્યું હતું. વધુમાં ડૉ. પંડયાએ મધમાખી પાલનની તાપી જિલ્લામાં શક્યતાઓ અને કૃષિક્ષેત્રે મધમાખીઓનું મહત્વ સમજાવ્યું હતું.
ડૉ. જે. જે. પસ્તાગીયા, પ્રોફેસર અને હેડ, ન. મ. કૃષિ વિદ્યાલય, ન.કૃ.યુ., નવસારી દ્વારા મધમાખીની જાતિઓ, મધમાખી પાલનમાં કાળજી રાખવામાં આવતી બાબતો અને મધમાખી પાલનમાં વિવિધ રોગો-જીવાતૂનું નિયંત્રણ તેમજ મધમાખી પાલનથી મળતી પેદાશો તથા તેના ફાયદાઓ વિશે માહિતી આપી હતી.
શ્રી તુષારભાઇ ગામીત, નાયબ બાગાયત અધિકારી દ્વારા ખેડૂતોને મધમાખી પાલન વિશે સરકારી યોજનાઓની માહિતી આપી હતી. શ્રી કેયૂર પટેલ (પીએમએફએમઇ) દ્વારા ઉદ્યોગ સાહસિકો માટે શરૂ કરવામાં આવેલભારત સરકારની“પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ફોર્મલાઇજેશન એન્ટરપ્રાઈજ યોજના” વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.શ્રી અશોકભાઇ પટેલ, સહ્યાદ્રી મધફાર્મ, સોલધરા જિ. નવસારી દ્વારા મધમાખી પાલનના ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.જેમાં તેમણે મધમાખીની જાતો પ્રત્યક્ષ બતાવીને મધ બનાવવાની પ્રક્રિયા વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કેવિકેના વિવિધ નિદર્શન એકમોની મુલાકાત કરાવવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા કરવામાં આવ્યુ હતુ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *