સાગબારા તાલુકાના જાવલી ગામમાં સોટસર્કિટથી આગ : 4 ઘરો, અનાજ, કપડા અને 11 જાનવરો બળીને ખાક
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર ): તાપી જિલ્લાને અડીને આવેલ સાગબારા તાલુકાના જાવલી ગામમાં આજ રોજ બપોરે સોટસર્કિટથી આગ લાગી ગયી હતી. મળતી માહિતી મુજબ આગ લાગતાજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને આગ પર પાણી નાખવા લાગી ગયા હતા.આગ એટલી બધી રૂદ્ર અવતાર પકડી લીઘી કે જોતા જોતાજ આગની ઝપેટમાં આવતાજ ૪ ઘરો,૧૧ મુકા જાનવરો, ઘરોના સાધનો કપડાં, અનાજ વગેરે બળીને ખાક થઈ ગયા.(૧)વસાવા શમાભાઈ કોથાભાઇના મકાન કાચું ૪ ગાળાનું હતું.તેમના ઘરમાં કુલ સભ્ય ૧૨ હતા.એમના પરિવારોને કોઈ પણ જાનહાની ના થયું.પરંતુ એમના ઘરના ઓરડામાં બાધેલ ૫ ભેંસ,૨ બળદ,૪ બકરીઓ મુક્કા જાનવરો આગની ઝપેટમાં આવતા આગમાં બળી ગયા હતા.અને એમનું અનાજ, ઘરનું સમાન અને કપડા વગેરેઓ આગમાં બળી ગયા.(૨)વળવી યગેશભાઈ ભીમસિંગભાઇના મકાન કાચું એક ગાળાનું હતું. તેમના ઘરના કુલ સભ્ય ૬ હતા.પણ તેમને કોઈ પણ જાનહાની ના થઈ.પરંતુ તેમનું કાચું મકાન અને અનાજ, ઘરનું સમાન,કપડા વગેરેઓ આગની ઝપેટમાં આવીને ખાક થઈ ગયું.(૩)વળવી ભીમસિંગભાઇ બટેસિંગભાઇના કાચું મકાન ૨ ગાળાનું હતું. તેમના પણ કુલ સભ્ય ૭ હતા.તમને પણ આગમાં કઈ થયું નથી.પરંતુ તેમનું પણ અનાજ, ઘરનું સમાન,કપડા અનેકાચું મકાન આગમાં બળીને ખાક થઈ ગયું.(૪)વસાવા સુરેશભાઈ ગેજભાઈના કાચું મકાન ૩ ગાળાનું હતું. એમનું પણ અનાજ, ઘરનું સમાન, કપડા અને કાચું મકાન આગની ઝપેટમાં આવીને બળીને ખાક થઈ ગયું.ફ્રાઇડબીગેટની અભાવની કારણે ૪ ઘરો,અનાજ, કપડા અને ૧૧ મુક્કા જાનવરો બળીને ખાક થઈ ગયા હતા.ગામના લોકો આગ બુજાવા માટે ડોલ વડે નજીકનાં હેંડપંપ માંથી હલાવીને પાણી કાળીને આગ પર નાખતા હતા પણ આગ એટલી બધી વધી ગઈ હતી કે આગ પર કાબુ કરવામાં મુશ્કિલ પડી,આ ઘટનાની જાણ થતાજ સાગબારાના ટી.ડ. ઓ. અને નાયબ મામલતદાર ઘટના સ્થળ પર પોહચી ગયા હતા.અને સ્થળ પર ચકાસણી કરીને તેમને બરપાઈ કરવામાં આવશે.એવો આશ્વાસન ૪ ઘરો વાળને આપવામાં આવી છે.