પિંપરી હાઈસ્કૂલમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે વર્કશોપનું આયોજન થયું
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : દરેક વિદ્યાર્થીઓ ભણતરની સાથે જીવનમાં નવું શીખવાની ધગસ રાખતા પ્રાયોગિક રીતે કંઈક નવું કરીને સ્વાવલંબી બની શકે તે હેતુસર ભારતીય જનસેવા સંસ્થાન સંચલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પીંપરીમાં લાયન્સ ક્લબ ઓફ બીલીમોરા( યુગ્મ ) Ln.Dr.વિજયભાઈ દેસાઈના સહયોગથી આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનસેવા સંસ્થાના પ્રમુખ શ્રી જયદીપભાઇ પટેલ એમના ધર્મપત્ની નયનાબેન પટેલ અને ટ્રસ્ટીશ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી સાહેબ હાજર રહ્યા હતા. આ વર્કશોપમાં મુખ્ય માર્ગદર્શક તરીકે વલસાડ વિશ્વા ક્રિએટિવ ક્લાસીસ ના દીપા પાનવાલા હાજર રહ્યા હતા. વર્કશોપ દરમિયાન તેમણે ભાગ લીધેલ ધોરણ ૯ થી ૧૨ ના ૨૩૦ વિદ્યાર્થીઓને તેમનામાં રહેલ રચનાત્મક શક્તિઓને બહાર લાવવા માટે માર્ગદર્શન પૂરું પાડીને રાખી મેકિંગ, સ્ટોન પેઇન્ટિંગ,પોપસિકલ પેઇન્ટિંગ, અમરેલા ડેકોરેશન, ટી શર્ટ પેન્ટિંગ માટીની બનાવટ- ઇકો ફ્રેન્ડલી ગણપતિ શિવલિંગ તેમજ ડીશ ડેકોરેશન ની વિવિધ પદ્ધતિઓ બતાવી હતી.
આ વર્કશોપનું આયોજન શાળાના શિક્ષિકા ખ્યાતિ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળાના સમગ્ર શિક્ષકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર વર્કશોપ સફળ રહેતા શાળાના આચાર્યા અમિતા સોલંકીએ માર્ગદર્શકનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ડો. પુર્વેશ રાઠોડએ કર્યું હતું.