ઇનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા દ્વારા ઇકો ફ્રેન્ડલી રાખી મેકિંગ સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : :ઇનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા દ્વારા આયોજિત ઇકો ફ્રેન્ડલી રાખી મેકિંગ સ્પર્ધા દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયમાં તારીખ 11 /8 /24 ના રોજ ક્લબના ISO સંગીતાબેન શાહે ઇકો ફ્રેન્ડલી રાખી મેકિંગ સ્પર્ધા નું આયોજન કર્યું હતું એમાં 200 જેટલા બાળકો એ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો બાળકોએ વિવિધ આકાર સુંદર રંગોથી સુશોભિત રાખડીઓ બનાવી હતી. નોંધનીય બાબત એ છે કે રાખડીઓ પર્યાવરણ પૂરક બનાવવામાં આવી હતી જેમાં બાળકોના સર્જનતાનો અને વ્યક્તિગત વિકાસ થાય , બાળકોના ઉત્સાહ વધે એ હેતુથી સ્પર્ધા નું આયોજન કર્યું જેમાં દાતાશ્રી નરેન્દ્રભાઈ સોલંકી અને દિવ્યાબેન સોલંકીના સહયોગથી ભાગ લેનાર વિજેતાઓને અને દરેક બાળકને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું ક્લબના પ્રમુખ શ્રીમતી મીનાક્ષીબેન શાહ એ આવનાર મહેમાનોનું મોમેન્ટો તથા પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના પ્રમુખશ્રી રિતેશભાઈ ઉપાધ્યાય પ્રમુખ અતિથી વિશેષ AEI શીતલબેન પટેલ અતિથિ રોટરી ક્લબ પ્રમુખ શ્રી કલ્પેશભાઈ પારેખ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા દિપાલીબેન શાહે મહેમાનો અને જજનો પરિચય આપ્યો હતો. પારુલબેન ગાંધી, મયુરીબેન દેસાઈ, નિમિષાબેન ભાવસાર, રશ્મીબેન જંત્રનીયા,રીનલબેન ગાંધી,એ જજ તરીકે સેવા પૂરી પાડી હતી મંત્રી શ્રી ફાલ્ગુનીબેન રાણાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમના અંતે મેઘલ બેન અધ્વર્યુંએ આભાર વિધિ કરી હતી ક્લબની દરેક સભ્યોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આજના સ્પર્ધાના વિજેતાઓ
A વિભાગ
૧) પ્રથમ- એન્જલ દિપેશભાઈ નાયકા ખું. મ. ગાંધી સ્કૂલ
૨) પટેલ વિશ્વા હિતેશભાઈ- ખુ. મ. ગાંધી સ્કૂલ
૨) પલક બાલા સાહેબ-વિદ્યા ગુર્જરી સ્કૂલ
૩) ગામીત રિદ્ધિ વિપુલભાઈ-વિદ્યા ગુર્જરી સ્કૂલ
૩). માહીનુંર તોફિક બેલિમ-તાલુકા શાળા
૪) ગામીત હની અનિશભાઈ-તાલુકા શાળા
૪) કોકની માહી ભરતભાઈ-કે .બી. પટેલ હાઈ સ્કુલ
૪) ગામીત ત્રિશા મનેષભાઈ-કે. બી. પટેલ હાઇસ્કુલ
૪) કનેશ્કા જયેશકુમાર ગામીત-વિદ્યા ગુર્જરી શાળા
૪) ચૌધરી દિવ્યાંશી ધર્મેશભાઈ- શબરી ધામ હાયસ્કુલ
૫) આશ્વાસન ઈનામ-નીકવાડે શિવમ યોગેશભાઈ -તાલુકા શાળા
B વિભાગ ના વિજેતાઓ
૧) ચૌધરી કાવ્યા આશિષભાઈ-જય અંબે વિદ્યાલય ઇન્દુ
૨) સોની રીશીકા પ્રદીપભાઈ- કે .બી .પટેલ હાઇસ્કુલ
૩) રાઠોડ વિવેક ભીખુભાઈ-જે.બી.એન્ડ હાઇસ્કુલ 3) રાશી ધર્મેશભાઈ રાણા – શબરી ધામ હાયસ્કૂલ
૪) પઠાણ લિઝા એ.-કે બી. પટેલ હાઇસ્કુલ. ૪) લક્ષ્મી અશોકભાઈ ગામીત – દક્ષિનાપથ વિદ્યાલય