કટાસવાણ ગામની સીમમાં પત્તા પાના વડે પૈસાનો હારજીતનો જુગાર રમતા આરોપીઓને રૂપિયા.૮૯,૪૫૦/- ના કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી.પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી, પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.પો.કો.વિનોદભાઈ પ્રત્તાપભાઈ તથા અ.પો.કો. ધનંજયભાઈ ઈશ્વરભાઈને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે, ” કટાસવાણ ગામની સીમમાં આવેલ ખુલ્લા ખેતરોની પાળ પાસે આવેલ ઝાડ નીચે કેટલાંક ઈસમો ગોળકુંડાળુ કરી હારજીતના ગંજી પાના રમે છે ” જે બાતમી આધારે શ્રી એન.જી.પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી- (૧) બિપીનભાઈ જયરામભાઈ ગામીત ઉ.વ.૫૩ રહે ઈન્દુ ગામ નિશાળ ફળીયા તા.વ્યારા જી.તાપી (૨) નિલેશભાઈ છગનભાઈ ગામીત ઉ.વ.૫૦, રહે. વ્યારા સીંગી ફળીયા તા.વ્યારા જી.તાપી (૩) અજીતભાઈ શાંતિલાલભાઈ ગામીત ઉ.વ.૪૫, રહે. ચાંપાવાડી ગામ દાદરી ફળીયા તા.વ્યારા જી.તાપી (૪) અત્તાસ દાઉદ મન્સુરી ઉ.વ.૬૧, રહે. તાડકુવા ગામ નઈમ પાર્ક તા.વ્યારા જી.તાપી (૫) ક્યુમ કાદર શેખ ઉ.વ.૬૨, રહે. વ્યારા સ્ટેશન રોડ તા.વ્યારા જી.તાપી (૬) રોશનશાહ રમઝાનશાહ ફકીર શેખ ઉ.વ.૬૦, રહે.વ્યારા મગધુમનગર વોર્ડ નં-૧ તા.વ્યારા જી.તાપી (૭) ભિખ્ખન ઉસ્માન કાંકર ઉ.વ.૫૮, રહે.વ્યારા મગધુમનગર વોર્ડ નં-૧ તા.વ્યારા જી.તાપી ગેરકાયદેસર રીતે જુગાર રમતા જુગારના દાવ ઉપર મુકેલ રોકડા રૂપિયા- ૨,૨૫૦/- તથા અંગઝડતી દરમ્યાન મળી આવેલ રોકડા રૂપિયા-૯,૭૦૦/- તથા પત્તા પાના નંગ-પર તથા પાંચ નંગ મોબાઈલની કિં.રૂ.૧૨,૫૦૦/- તથા ચાર નંગ મોટર સાયકલ જેની કિ.રૂ.૬૫,૦૦૦/- મળી તમામ મુદ્દામાલની કુલ્લે કિં.રૂ.૮૯,૪૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી માટે કાકરાપાર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી તથા પો.સ.ઇ.શ્રી જે.બી.આહિર, અ.હે.કો. ધર્મેશભાઈ મગનભાઈ, અ.પો.કો. વિનોદભાઈ પ્રત્તાપભાઈ, અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગ, અ.પો.કો. રોનકભાઇ સ્ટીવન્સન તથા પેરોલ ફર્લો સ્કોર્ડના અ.પો.કો. વિનોદભાઈ ગોકળભાઈ, અ.પો.કો. ધનંજયભાઈ ઈશ્વરભાઈ, અ.પો.કો. હસમુખભાઈ વિરજીભાઈએ કામગીરી કરેલ છે.