સી. ઓ. ઈ. કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દર વર્ષે ૯ અગસ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસની” ઉજવવામાં આવે છે. જે અનુરૂપ સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા આજ રોજ (૦૮ અગસ્ટ, ૨૦૨૪) વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રાથમિક શાળા પીપળકૂવા ખાતે કરવામાં આવી. જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે CISF, ઉકાઈના ઈન્સ્પેકટર શ્રીમતિ સારિકાબેન અને ગામના સરપંચ શ્રી દીપતેશભાઈ હાજર રહેલ હતા. સદર કાર્યક્રમમાં ઉદ્ધાટન પ્રસંગે સીઓઈ ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે દ્વારા જૈવ વિવિધતાનુ મહત્વ અને સરક્ષણ બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. સદર કાર્યક્રમ આયોજીત કરવા માટે શ્રીમતિ સુરેખાબેન ચૌધરી દ્વારા વિશ્વ આદિવાસી દિવસનુ મહત્વ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળા પીપળકૂવાના કુલ ૧૧૭ વિદ્યાર્થીઓ સહભાગી થયેલ હતા. સદર કાર્યક્રમ દરમિયાન સી. ઓ. ઈ. કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ દ્વારા જૈવ વિવિધતા પ્રદર્શન, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા યોજવામાં આવેલ હતી. સદર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ખુબજ ઉત્સાહથી ભાગ લીધેલ હતો. ઉપરોક્ત સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી જેઓ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને કેન્દ્ર દ્વારા પ્રમાણપત્ર અને પારિતોષિક આપવામાં આવ્યું. સદર કાર્યક્રમ આયોજીત કરવાનો મુખ્ય ઉદ્દેશ જલીય જૈવ વિવિધતાનુ મહત્વ અને સરક્ષણ બાબતે પ્રાથમિક શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓને જાગૃતિકરણ કરવાનું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other