કેવિકે વ્યારા દ્વારા જમીન ચકાસણીનું મહત્વ અને ઉનાળામાં દુધાળા પશુઓની માવજત વિશે ડાયલ આઉટ કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન અપાયુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કોરોના વાયરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , ન.કૃ.યુ., વ્યારાએ રિલાયન્સ ફાઉન્ડેશનના સહકાર વડે ડાયલ આઉટ કોન્ફરન્સ ઓનલાઈન ક્ષેત્રિય તાલીમ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને ખેતી અને પશુપાલન અંગે માર્ગદર્શન આપવાનો નવતર પ્રયોગ કર્યો હતો . સદર તાલીમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના રેનીશભાઈ ભરૂચવાલાએ સુત્રસંચાલન સંભાળ્યું હતું . કેવિકેના વડા ડૉ. સી . ડી . પંડયાએ ખેડૂતોને કોરોના વાયરસથી બચવા અંગે જાગૃત કરી ” આરોગ્ય સેતુ ” એપ્લીકેશન ડાઉનલોડ કરવાની અપીલ કરી હતી . તેમજ ભારત સરકાર દ્વારા વિકસાવેલ ‘ ‘ કિસાન રથ ” એપ વિષે પણ વિસ્તૃત સમજણ આપી હતી.
શ્રી કે . એન . રાણા , વૈજ્ઞાનિક ( પાક ઉત્પાદન ) એ જમીનના નમૂના લેવાની રીત , જમીન પૃથકકરણનું મહત્વ તથા પાક ઉત્પાદન પર તેની અસરો વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી . પશુવિજ્ઞાનના વૈજ્ઞાનિક ર્ડો . જે . બી . બુટાણીએ ઉનાળાની ઋતુમાં ગાય ભેંસના દુધ ઉત્પાદન પર થતી નકારાત્મક અસરો જેવીકે , દૂધ ઉત્પાદનમાં ઘટાડો , પશુઓમાં આફરો ચડવો , ખોરાકમાં ઘટાડો વગેરે અને તેને નિવારણ માટે લેવાતા જરૂરી પગલાઓ જેવાકે , દિવસ દરમ્યાન પાણીનું પ્રમાણ વધારવું , ટુકડા કરીને લીલો ચારો આપવો , દિવસમાં ત્રણથી ચાર વખત નિરણ કરવું વગેરે વિશે વિગતવાર સમજણ આપી હતી . વધુમાં પશુપાલકોમાં પેદા થયેલી કોરોના વિશેની વિભિન્ન ગેરમાન્યતાઓ પણ દુર કરી હતી . ત્યારબાદ અનુક્રમે ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યુ હતુ . સદર તાલીમ કાર્યક્રમમાં કુલ ૪૯ ખેડૂતોએ પોતાના ઘરેથી ખૂબ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો .
S