તાપી જિલ્લાને મેલેરિયા મુકત જિલ્લો બનાવવા આરોગ્ય તંત્ર કટ્ટીબધ્ધ
“મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૩૦ અભિયાન”
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકાર દ્વારા “મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૩૦ અભિયાન” અંતર્ગત તાપી જિલ્લામાં પણ વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરિયા રોગનું નિર્મુલન કરવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક્શન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
તાપી જિલ્લાના તમામ ગામડાઓમાં મલેરિયાના કેસો શુન્ય સ્તરે લઇ જવા તાપી જિલ્લા આરોગ્ય તંત્ર કટીબધ્ધ છે. ત્યારે જિલ્લામાં રોગ અટકાયત પગલા હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં હાઉસ ટુ હાઉસ અભિયાન બે તબક્કાઓમાં હાથ ધરવામાં આવ્યું છે.
તાપી જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા મેલેરિયા માટેના જોખમી ગામોમાં જંતુનાશક દવાઓનો છંટકાવનો પ્રથમ રાઉન્ડ મે મહિનામાં હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સંભવિત મચ્છર ઉત્પત્તિના સ્થાનો જણાતા તેનો નાસ કરવામાં આવ્યો હતો. તેમજ ખાડા ખાબોચીયામાં પુરાણ પણ કરાવવામાં આવ્યું હતુ. જ્યારે બીજા રાઉન્ડના ઓગષ્ટના માસમાં દવાઓનો છંટકાવ હાથ ધરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા નાબુદી માટે જૂન મહિનામાં ‘મેલેરીયા વિરોધી માસ’ તરીકે ઉજવણી કરવામાં આવી. જેમાં પ્રચાર પ્રસાર માટે 100 બેનરો, ૧૦ હોડીંગ્સ, 20 હજાર પત્રિકા છપાવી આરોગ્ય વિભાગે લોકોને જાગૃત કર્યા હતા. તેમજ જુલાઇ મહિનામાં ‘ડેગ્યુ વિરોધી માસ’ની ઉજવણી પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં જાગૃતત ફેલાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત વ્યારા તથા ડોલવણ , સોનગઢ , કુકરમુંડા , વાલોડ , નિઝર તાલુકામાં ચાર મહિનાઓ માટે પોરા નાશકની કામગીરી માટે આરોગ્ય વિભાગે વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત કરવામાં આવી છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ફિલ્ડ વર્કરો દ્વારા એન્ટી લારવલ એકટીવીટીની કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલ છે.
ડૉ પોઉલ વસાવા સાહેબ ના સાનિધ્યમાં તાપી જિલ્લાના બધા જ તાલુકાઓમાં સારી અને સુગઢ કામગીરી થાય એવા પ્રયાસો કરવામાં આવી રહયા છે