લોકડાઉનની પરિસ્થીતીમાં મશરૂમની માંગમાં વધારો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલના , કોરોનાના કહેરને આખી દુનિયાને હચમચાવી નાખી છે . ભારતમાં કોરોનાના કેસનો આંક ૧૨ હજારથી પણ વધી ગયો છે . સમગ્ર દેશ લોકડાઉનમાં છે . હોટલ્સ , રેસ્ટોરંટ , લારીઓ બંધ છે . લોકો ઘરમાં રહિને જ ખાવાના પદાર્થો બનાવીને જીવન ચલાવી રહયા છે . પણ ઘરમાં બનાવેલ ખાવાની આઈટમોથી કંટાળી ગયા છે . જે લોકો નોનવેજ ખાતા હોય તેમણે પણ ચિકન , મટન કે માછલી લોકડાઉનમાં બંધ હોવાથી બહાર કશું મળતું નથી . આવી પરિસ્થીતીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ( કેવીકે ) વ્યારાનો પ્રયાસ લોકોને મદદરૂપ થાય છે . કેવિકે , વ્યારા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મશરૂમની ખેતીનો પ્રચાર – પ્રસાર આજે સફળ થઈ રહયું છે . કેવિકે વ્યારા દ્વારા મશરૂમની ખેતી માટેની તાલીમ મેળવી ઘણા ખેડૂતો ગામડે મશરૂમની ખેતી કરે છે . લોકડાઉનના સમય દરમ્યાન મશરૂમ કરતા ખેડૂતો સાથે કેવિકેના વૈજ્ઞાનિકશ્રી ડ . સચિન એમ . ચવ્હાણની મુલાકાત દરમ્યાન જાણવા મળેલ છે કે , લોકડાઉનમાં મશરૂમની માંગ વધી ગયી છે . ઘરમાં શાકભાજી ખાઈને કંટાળી ગયેલ ગ્રાહકો મશરૂમ ઉગાડનાર ખેડૂતો પાસેથી મશરૂમ લેવા તરફ આકર્ષાય રહયા છે . મશરૂમ એક એવો પદાર્થ છે જે સંપૂર્ણ આહાર છે . લાભદાયી પોષક તત્વોથી પરિપૂર્ણ છે . હાલમાં લોકો લોકડાઉનમાં નવો સ્વાદ ધરાવતો પદાર્થ તરિકે ખાવા આકર્ષાય છે . તે ખૂબ જ ઉંચી ગુણવત્તા ધરાવતું પ્રોટીન છે . આ પ્રોટીનની પાચન શકિત ૭૦ % જેટલી છે . મશરૂમમાં વિટામીન બી – ૧૨ અને ફોલીક એસિડ પણ હોય છે જે સામાન્ય રીતે શાકભાજીમાં ગેરહાજર હોય છે . આ ઉપરાંત તેમાં પોટેશીયમ અને ફોસ્ફરસ વધુ પ્રમાણમાં હોય છે . અને સોડિયમનું પ્રમાણ નહિવત હોય છે . આમ મશરૂમ ખૂબ જ ઓછી કેલરી ધરાવતું , વધુ પ્રમાણમાં પ્રોટીન , રેષા અને ઉચો પોટેશીયમ – સોડિયમનો ગુણોતર ધરાવતું હોય ડાયાબીટીશ , હાઈપર ટેન્શનના દર્દીઓ અને જાડાપણાથી ત્રસ્ત વ્યકિત માટે સારામાં સારો ખોરાક છે . આરોગ્યની દ્રષ્ટિએ મશરૂમની કેટલીક પ્રજાતિ મનુષ્યના રોગો દૂર કરવાની ક્ષમતા ધરાવે છે . લાલ રકતકણની વૃધ્ધિ કરતું અન તેમજ લોહીનું પરિભ્રમણ સુધારવા , ચામડીનું આરોગ્ય ટકાવવા માટે કાયમી યુવાવસ્થા ટકાવવા તેમજ અકાળ વૃધ્ધાસ્થાને ડામવા માટે ( વૃધ્ધત્વ વિરોધી ગુણધર્મ ) , સ્થૂળ વ્યકિત માટે એક અતિ પ્રભાવશાળી અન તરીકે , મધુમેહ ( ડાયાબિટીશ ) માટે આદર્શ અન્ન , યકૃતના આરોગ્ય માટે , હદય રોગ માટે , અર્ધાગ વાયુ માટે ઉપયોગી , એઈડસ માટે ઉપયોગી , કેન્સર રોગને અટકાવવા માટે , પ્રતિકારકશકિત મજબૂત રાખવા માટે , પાચક શકિત વધારવા તેમજ પાચનતંત્રનું નિયમન , પાંડુરોગ ( એનિમીયા ) સારવાર માટે મદદરૂપ થાય છે , શરીરમાંથી ખરાબ કોલેસ્ટેરોલને દૂર કરવા માટે , શસ્ત્રક્રિયા પછી એક રાહત અન્ન તરીકે , વિટામીન બી ના અભાવથી ભૂખ ન લાગવી , ગર્મી ફાટી નીકળવી , વાળ ખરવા , અશકત , બેરીબેરી , પેલગ્રા જેવા રોગ થાય છે . મશરૂમના નિયમિત સેવનથી વિટામીન બી પ્રાપ્ત થાય છે . આથી ખરેખર મશરૂમને દૈનિક આહારમાં સમાવિષ્ટ કરવું જરૂરી છે . કેવિકેના વડા ડૉ. સી . ડી . પંડયા એ મશરૂમની ખેતી માટે કેવિકે સાથે જોડાઈ મશરૂમને ખેતી અને પશુપાલન સાથે એક નવું આવકનું સ્ત્રોત તરીકે અપનાવાનો સંદેશ આપેલ છે .