તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે પ્રિ-મોન્સૂન અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૨ તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે તેમજ જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગની ઉપસ્થિતીમાં પ્રિ-મોન્સૂન અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

અધ્યક્ષપદેથી પ્રભારી મંત્રીશ્રી મુકેશ પટેલે પ્રિ-મોન્સૂન અંગે ચોમાસા પૂર્વે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવાના થતાં કામોની વિગતવાર સમીક્ષા કરી હતી. તમામપધાધિકારી-અધિકારીશ્રીઓને ચોમાસા દરમિયાન કોઇ અણબનાવ ન બને તે માટે સતર્ક રહેવા જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગને રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં પણ સૂચના આપી હતી.D GVCL દ્વારા વીજ પુરવઠો જાળવી રાખવાં, વાવાઝોડાના કારણે પડી ગયેલ ઇલેકટ્રીક થાંભલા ઉભાં કરવાં તેમજ વીજ પૂરવઠો પૂર્વવત થાય તે માટે તમામ વ્યવસ્થાની તૈયારીઓ કરવા જણાવ્યું હતું.

ઉપસ્થિત પધધિકારીઓને પોતાના વિસ્તારમાં નબળા પુલોની ચકાસણી કરી લેવા તેમજ અનાજ પુરવઠો પુરતા પ્રમાણમાં મળે છે કે કેમ એની ખાત્રી કરવા જણાવ્યું હતું .તેમજ વરસાદમાં અનાજનો પુરવઠો બગડે નહી તે માટે જિલ્લામાં આવેલ તમામ સરકારી ગોડાઉનોની ચકાસણી કરવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું.વધુમાં ચોમાસા દરમિયાન જિલ્લમાં થયેલ નુકશાની-સહાયની ચુકવણી સમય સર થઈ જાય તેમ ઉમેર્યું હતું.

સમીક્ષા બેઠકમાં પ્રિ-મોન્સુન કામગીરીના ભાગ રૂપે જીલ્લા-તાલુકા અને નગરપાલિકા કક્ષાએ કરવામાં અવેલ કામગીરી, ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા, સુરક્ષિત સ્થળો ચકાસવા, DGVCL, પાણી પુરવઠા, સિંચાઇ, આરોગય, વનવિભાગ, શિક્ષણ વિભાગ જેવા વિવિધ વિભાગો દ્વારા કરવામમાં આવેલ પ્રિ-મોન્સુનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચયાત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્ય મોહનભાઇ કોંકણી, ધારાસભ્ય ડો.જયરામ ગામિત, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ- સભ્યશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ, પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગાલીયા, નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયર, પ્રાતધિકારીસર્વેશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other