વાલોડમાંથી થયેલ ભેંસોની ચોરી કરનાર ચોરટાઓને ઝડપી પાડી વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે વાલોડ પો.સ્ટે વિસ્તારમા મિલ્કત સંબંધી ગુનાની પેટ્રોલીંગમા નીકળેલા હતા. તે દરમ્યાન હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઈને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, “ચારેક માણસો એક સફેદ કલરની બોલેરો પીકપ ગાડી નં.GJ-19-U-3207 લઇને વાલોડ બાજીપુરા વિસ્તારમાં આવેલ ભેસોના તબેલાઓ તરફ ફરીને ચોરી કરવાની ફિરાકમાં છે” તેવી મળેલ બાતમી હકીકત આધારે પોલીસ માણસો સાથે આ વાહનની વોચ તપાસમાં હતા. દરમ્યાન આ પીકપ ગાડી બાજીપુરા ત્રણ રસ્તા તરફથી બાજીપુરા સુમુલ ડેરી બ્રીજ તરફ જતા રાધાકુષ્ણ હોટલની સામે રોડ ઉપરથી પસાર થતા દેખાતા આ વાહનનો પીછો કરી તેને બાજીપુરા સુમુલ ડેરી પાસે આવેલ ઓવરબ્રીજના નીચે રોકી અને આ પીકપ ગાડીમાં ચાર વ્યકિતઓ (૧) અનવરખાન મજીદખાન સિંધી ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે જલારામ સોસાયટી ભદ્રેશભાઇ પટેલના તબેલામાં તા.નેત્રંગ જી.ભરૂચ મુળ રહે.સેડવા બસ સ્ટેશનના પાછળના ભાગે તા.સેડવા જી.બાડમેર રાજસ્થાન (૨) બિલાલખાન હાજીખાન સિંધી ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.ઝગડીયા ગામ (વાલીયા થી ઝગડીયા જતા રોડે ઝગડીયામાં પ્રવેશતા પ્રથમ એસ.બી.આઈ.ના એ.ટી.એમ.ના પાછળના ભાગે) તા.ઝગડીયા જી.ભરૂચ મુળ રહે.ગામ—બામનોર તા.સેડવા જી.બાડમેર રાજસ્થાન (૩) સોહેલખાન સુલેમાન સિંધી ઉ.વ.૨૮ ધંધો ડ્રાઇવીંગ રહે. મોસાલી ગામ ચાર રસ્તા સલીમભાઈ માંજરાના મકાનમાં તા.માંગરોળ જી.સુરત મુળ રહે.ગામ-બસરા તા. રામસર જી.બાડમેર રાજસ્થાન (૪) હાસીમખાન કરીમખાન સિંધી ઉ.વ.૩૦ ધંધો.તબેલાનો રહે.કરમાલી તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે.ગામ-આંટા તા.રામસર જી.બાડમેર રાજસ્થાન શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેમની પુછપરછ કરતા તમામે અલગ અલગ હકીકત જણાવતા હોય આ પકડાયેલ વ્યકિતઓ યુક્તિ પ્રયુક્તિથી સધન પુછપરછ કરતા તેઓએ ગઇ તા.૦૯/૦૬/૨૦૨૪ ના રોજ રાત્રીના સમયે વાલોડ તાલુકાના ડોડીયા ફળીયામાંથી ત્રણ ભેસો અને એક પાડો એમ ચાર પશુઓની ચોરી કરેલ હતી. જે બાબતે તપાસ/ ખાત્રી કરતા વાલોડ પોલીસ સ્ટેશનમાં જે મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોવાનું જણાતા જે બાબતે ટેકનીકલ સર્વેલન્સ દ્વારા પકડાયેલ આરોપી પૈકી અનવરખાન મજીદખાન સિંધી ની ગુનાના સમયે ગુનાવાળી જગ્યા હાજરી જણાય આવી હતી. ઉપરોકત પકડાયેલ ચારેય લોકોએ આજથી એકાદ મહીના પહેલા તેમની સાથેના બીજા આમદ સિંધી હાલ રહે.કીમ પુરા નામ સરનામાની ખબર નથી. મુળ રહે.બાડમેર રાજસ્થાન તથા સિંદ્દીક સિંધી હાલ. રહે, કામરેજ પુરા નામ સરનામાની ખબર નથી. મુળ રહે.બાડમેર રાજસ્થાન સાથે બોલેરો પીકપ ગાડી લઇને રાત્રીના સમયે આવેલા અને ફરતા ફરતા વાલોડ તાલુકાના એક ગામ જેનુ નામ ખબર નથી તે જગ્યાએ એક ઘરની બહાર પતરાના શેડ નીચે ભેસો બાંધેલ હોય તેમાં ત્રણ ભેસો અને એક પાડો હતો. જે ચોરી કરી પીકપમાં ભરતા હતા તે સમયે એક ભેસ છુટી જતા ત્યાંથી ભાગી ગયેલી અને બાકીની બે ભેસ અને એક પાડો ચોરી કરી પીકપમાં ભરી લઇ ગયેલા તેવી હકીકત જણાવી ગુનાની કબુલાત કરતા. પકડાયેલ આરોપી પાસેથી મોબાઇલ ફોન નંગ-૪ કુલ કિ.રૂ. ૪૦,૦૦૦/- ગણી તથા સફેદ કલરની મહીન્દ્રા કંપનીની બોલેરો મેક્સી ટ્રક પ્લસ મોડલ જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-19-U-3207 કિ.રૂ.3,૦૦,૦૦૦/- ગણી મળી કુલ્લે કિ.રૂ.૩,૪૦,૦૦૦/-ના મુદ્દામા કબજે કરેલ છે. તથા પકડાયેલ ચારેયને આજે તા.૧૨/૦૭/૨૦૨૪ ના રોજ અટક કરી, વાલોડ પો.સ્ટે. ખાતે સોંપી વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) અનવરખાન મજીદખાન સિંધી ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે.જલારામ સોસાયટી ભદ્રેશભાઇ પટેલના તબેલામાં તા.નેત્રંગ જી.ભરૂચ મુળ રહે.સેડવા બસ સ્ટેશનના પાછળના ભાગે તા.સેડવા જી.બાડમેર રાજસ્થાન (૨) બિલાલખાન હાજીખાન સિંધી ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.ઝગડીયા ગામ (વાલીયા થી ઝગડીયા જતા રોડે ઝગડીયામાં પ્રવેશતા પ્રથમ એસ.બી.આઇ.ના એ.ટી.એમ.ના પાછળના ભાગે)તા.ઝગડીયા જી.ભરૂચ મુળ રહે.ગામ- બામનોર તા.સેડવા જી.બાડમેર રાજસ્થાન (૩) સોહેલખાન સુલેમાન સિંધી ઉ.વ.૨૮ ધંધો.ડ્રાઇવીંગ રહે.મોસાલી ગામ ચાર રસ્તા સલીમભાઇ માંજરાના મકાનમાં તા. માંગરોળ જી.સુરત મુળ રહે.ગામ-બસરા તા.રામસર જી.બાડમેર રાજસ્થાન (૪) હાસીમખાન કરીમખાન સિંધી ઉ.વ.૩૦ ધંધો.તબેલાનો રહે.કરમાલી તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે.ગામ-આંટા તા.રામસર જી.બાડમેર રાજસ્થાન
મળી આવેલ મુદ્દામાલ :-
મોબાઇલ ફોન નંગ-૪ કુલ કિ.રૂ.૪૦,૦૦૦/- ગણી તથા સફેદ કલરની મહીન્દ્રા કંપનીની બોલેરો મેક્સી ટ્રક પ્લસ મોડલ જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-19-U-3207 જેની કિ.રૂ.3,૦૦,૦૦૦/- ગણી મળી કુલ્લે કિ.રૂ.૩,૪૦,૦૦૦/-ના મુદ્દામાલ
શોધાયેલ ગુનાઓ :-
(૧) વાલોડ પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૨૨૪૦૫૯૨/ ૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર એલ.સી.બી. તાપી એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હેડ.કો. ધર્મેશભાઇ મગનભાઇ, પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇ, પો.કો. અરૂણભાઇ જાલમસિંહ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.કો. ધનજય ઇશ્વરભાઇ તથા પો.કો. વિનોદભાઈ ગોકળભાઇએ કામગીરી કરેલ છે.