કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા આજ રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી. જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો. જયેશ પટેલ સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર તેમજ મુખ્ય મેહમાન તરીકે શ્રી જીગ્નેશ ગોહિલ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, ઉકાઈ હાજર રહેલ હતા. સદર કાર્યક્રમમાં ઉદ્ધાટન પ્રસંગે સીઓઈ ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે દ્વારા રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસનો ઈતિહાસ બાબતે પ્રો. હીરાલાલ ચૌધરી નામના મત્સ્ય વૈજ્ઞાનિક પ્રેરિક સંવર્ધન દ્વારા ભારતીય કાર્પ માછલીના પ્રજનન કરાવી હેચરીમાં ઈંડા- બચ્ચા મેળવવાની પદ્ધતિ વિકસાવવામાં ૧૦ જુલાઈ ૧૯૫૭ના રોજ સફળતા મળી હતી જેને ભારત સરકાર દ્વારા તે દિવસને મત્સ્ય ખેડૂત દિવસ તરીકે પ્રતિવર્ષ મનાવાય છે. એ બાબતે કાર્યક્રમમાં ઉપસ્થિત માછીમારોને જણાવવામાં આવ્યું. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ સહકારી બાબત શ્રી જીગ્નેશ ગોહિલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યુ હતું.
આ કાર્યક્રમ દરમિયાન દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ઝીંગા પાલક એવા હરિઓમ પ્રાઇવેટ લિમિટેડના ડાઇરેક્ટર શ્રી હિતેશભાઈ પટેલ, એકવાડોર એક્વેરિસ્ટના CEO ઉર્વેશભાઈ ધોળકીયા અને ડોલવણ તાલુકાના શ્રીમતિ ગહનીબેન ભીલને મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત પગડીયા પદ્ધતિથી માછીમારી કરતાં આદિવાસી માછીમારોને સંસ્થા દ્વારા કીટ વિતરણ અને પધારેલાં મેહમાનો દ્વારા સંસ્થા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં તાપી જિલ્લાના ૩૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત હતાં.