નિઝરની નજીકના નંદુરબારમાં કોરોનાના ૪ પોઝિટિવ કેસ નોંધતાં જ ગુજરાત-મહારાષ્ટ્રના તમામ રસ્તાઓ બંદ કરાયાં

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :નિઝર તાલુકાના નજીકના નંદુરબારમાં કોરોનાના ૪ પોઝિટિવ કેસ નોંધતાંજ ગુજરાત-મહારાષ્ટ્રના તમામ રસ્તાઓ બંદ કરવામાં આવ્યા છે.નંદુરબારમાં પોઝિટિવ કેસ નીકળતાંજ નિઝર અને કુકરમુંડા તાલુકાનું પ્રશાસન પણ દોડતું થયું. નિઝર અને કુકરમુંડા તાલુકાના સીમા નજીક મહારાષ્ટ્ર આવેલ છે.એટલા માટે નિઝર અને કુકરમુંડા તાલુકાનું વહીવટીતંત્ર વધુ સતર્ક બનીને મહારાષ્ટ્રના વિસ્તારમાંથી પ્રાઇવેટ વાહનો પર પ્રતિબંધ લગાડવામાં આવેલ છે. નિઝર અને કુકરમુંડા તાલુકાના મહારાષ્ટ્રની સીમા પર વધુ ચોકસાઈ અને સુરક્ષા સાધન કરવામાં આવી છે. ગુજરાતથી મહારાષ્ટ્રની સીમા પર તમામ રસ્તાઓ સઁપૂર્ણ રીતે બંદ કરવામાં આવેલ છે. નિઝર તાલુકાના ચાર રસ્તાની ચોકડી, વ્યાવલ, નિઝર પથરાઈ રસ્તા પર, હથોડા,વેલ્દા વ્યાહુર રસ્તા પર, વેલ્દા ટાંકી ચોકડી પર, કેસરપાડા ચોકડી પર, બોરદા ધનુરા રસ્તા પર, ખોડદા તગાઈપાડા રસ્તા પર, રૂમકીતલાવ, મહારાષ્ટ્રની જોડતી સીમા પર પોલીસના જવાનો અને હોમગાર્ડ, જી આર ડી તૈનાત જોવા મળી રહયા છે. અને એમના સાથે ડોક્ટરોની ટીમ પણ જોવા મળી રહી છે. અવર જ્વર કરતાં વાહનો પર કડક ચેકીંગ કરવામાં આવી રહી છે. કેમ કે મહારાષ્ટ્રમાંથી કોઈ વ્યક્તિ ગુજરાતમાં પ્રવેશ ના કરે એના માટે ધ્યાન કડક આપવામાં આવી રહયું છે. કુકરમુંડા તાલુકાના જોડતી સીમા પર ફૂલવાડી, ડોડવા નલગાવન ચોકડી પર, મોરાબા, ડાબરીઆંબા, સીમા પર પણ પોલીસના જવાનાં, હોમગાર્ડ, જી આર ડી તૈનાત કરવામાં આવેલ છે. અને ડોકટરોની ટીમ પણ મુકવામાં આવેલ છે. લોકડાઉનમાં કડક નિયમોનું પાલન બે તાલુકામાં કરવામાં આવી રહયુ છે. નિઝર તાલુકાના અને કુકરમુંડા તાલુકાના બંધા ગામોમાં મહારાષ્ટ્રથી કોઈ વ્યક્તિ પ્રવેશ ના કરે એટલા માટે રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે. જે મહારાષ્ટ્રને જોડે છે તેવા રસ્તાઓને બંધ રાખવામાં આવેલ છે.