મૂળ નાની ખેરવણના પરંતુ છેલ્લા ત્રણ માસથી સુરતની કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવાનનો “કોરોના” રિપોર્ટ પોઝેટિવ આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૨૧: તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના માયપુર ગામની એક મહિલાનો “કોરોના” ટેસ્ટ પોઝેટિવ આવ્યા બાદ, નાની ખેરવણ ગામના યુવાન નો રિપોર્ટ પણ પોઝેટિવ આવવા પામ્યો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, નાની ખેરવણ ગામના સરપંચ ફળિયામાં રહેતા, અને છેલ્લા ત્રણ માસથી સુરતની કિરણ હોસ્પિટલ ખાતે સ્ટાફ બ્રધર તરીકે ફરજ બજાવતા અંકુર એસ ગામીતનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે.
છેલ્લે ગત તા.૨૫/૨/૨૦૨૦ના રોજ તેના ઘરે આવ્યા બાદ કિરણ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં જ રહેતા આ યુવાનને તાવ, કફ અને અશક્તિ જણાતા તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયો હતો. જ્યાં તેમનો “કોરોના” ટેસ્ટ રિપોર્ટ પોઝેટિવ આવતા, આ અંગેની આરોગ્ય વિષયક તકેદારી બાબતની કાર્યવાહી કરવા માટે, સુરત મહાનગરપાલિકાના સંબંધિત આરોગ્ય અધિકારીને આ બાબતની જાણ કરવામાં આવી છે, તેમ પણ ડો.હર્ષદ પટેલે વધુમાં જણાવ્યું છે.
–