ઇચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન. શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતિ સમિતિ ની બેઠક યોજાઇ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩ તાપી જિલ્લાની “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક ઇચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.આ બેઠકમાં રોડ સેફ્ટીને લગતા વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લામાં થયેલ વિવિધ અકસ્માતો અંગે ચર્ચા કરતા અકસ્માતોમાં ખાસ કરીને ઓવર સ્પીડ અને હેલ્મેટ વગર વાહન હાંકનારની સંખ્યા વધુ અને તેમાં યુવા વર્ગનું પ્રમાણ વધુ જણાતા જિલ્લા ઇચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન. શાહે ચિંતા વ્યક્ત કરતા સંબધિત અધિકારીઓને વિવિધ શાળા કોલેજોમાં ફરજિયાત હેલ્મેટ પહેરવા, રોંગસાઈડ ડ્રાઇવિંગ અટકાવવા જનજાગૃતિ ફેલાવવાતા કાર્યક્રમો કરવા જણાવ્યું હતું.

જિલ્લામાં વિવિધ સ્થળોએ હેલ્મેટ અને રોંગ સાઈડને ધ્યાને લઈ આકસ્મિક ચેકિંગ હાથ ધરવા સૂચન કર્યું હતું.વધુમાં વાહન હાંકનાર તમામ નાગરિકો તેમના વાહનોના દસ્તાવેજો અધ્યતન રાખે તે બાબતની જનજાગૃતિ ફેલાવવા સૂચન કર્યું હતું.

આ બેઠક્માં નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બરોડ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા એ.આર.ટી.ઓશ્રી એસ.કે. ગામીત સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other