જીલ્લા પંચાયત ક્ષેત્રીય આરોગ્ય કર્મચારી (કોવીડ કમાન્ડો) પરિવાર વતી તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળે મુખ્યમંત્રી રાહત ફંડમા ૧,૧૧,૧૧૧નો ચેક કલેક્ટરને અર્પણ કર્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળ વ્યારા જયારે જયારે કુદરતી આફતો, દુષ્કાળ, અતિવૃષ્ટિ વખતે તથા સમાજ સેવાના કાર્યો સર્વરોગ નિદાન શિબીર, રકતદાન કેમ્પ; વિનામુલ્યે નેત્રનિદાન સારવાર, ચશ્મા વિતરણ કાર્યક્રમ, જેવા અનેક સેવાકીય પ્રવૃતિઓ ભુતકાળમાં કરતુ આવ્યુ છે. હાલમાં ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસ કોવીડ -૧૯ની મહામારી ચાલી રહી છે. તેમા તાપી જીલ્લા આરોગ્ય કર્મચારીઓ (કોવીડ કમાન્ડો) છેલ્લા એક માસ કરતા વધારે સમયથી પોતાની ફરજ જાનના જોખમે દિવસ રાત ખડેપગે આ મહામારીમા આંતરરાજ્યની તથા જીલ્લાની સરહદો પર અને સંકૃમિત વિસ્તારમાં ઘરે ઘરે જઈને કોવીડ કમાન્ડો તરીકે નિષ્ઠા પુર્વક અને ખંત પુર્વક ફરજ બજાવી એક પણ કેસ નોંધાય નહીં તે માટે તાપી જીલ્લામાં તકેદારી રાખી રહ્યા છે. તેની સાથે ગુજરાત સરકારના હાથ પગ ગણાતા ગુજરાત સરકારને આર્થિક રીતે આંશિક સહયોગ આપવા ફુલ નહિ તો ફુલની પાંખડી ભેગી કરી તા.૨૦.૪.૨૦૨૦ના રોજ મુખ્ય મંત્રી રાહત ફંડમા તાપી જીલ્લા પંચાયત હેઠળ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓ કોવીડ કમાન્ડો પરિવાર વતી એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર (૧,૧૧,૧૧૧)નો ચેક કલેકટરશ્રી આર.જે.હાલાણીને તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળ વ્યારાના હોદ્દેદારો પ્રમુખ સુરેશ ગામીત ,મુખ્ય કન્વીનર રિબેકા માટે,મંત્રી સંજીવ પટેલે અર્પણ કર્યો હતો. તાપી જિલ્લાની ગામ્ય કક્ષાએ ૩૯ પ્રા.આ.કેન્દ્ર પર ૨૪૫ સબ સેન્ટરો પર ફરજ બજાવતા ૫૬૮ જેટલા આરોગ્ય આરોગ્ય કર્મચારીઓએ સવૈચછિક ૧,૧૧,૧૧૧ ફાળો એકત્ર કરી તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળને જમા કરાવતા આરોગ્ય કર્મચારીઓએ ગુજરાત સરકારને મદદરૂપ થવા મુખ્ય મંત્રી રાહત ફંડમા ચેક અર્પણ કર્યો હતો…