તાપી જીલ્લના મત્સ્યોદ્યોગને અંદાજે 2.25 કરોડનું નુક્શાન : માછીમારોની સ્થિતી અત્યંત દયનીય
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લ્લાના માછીમારોને કોરોના કારણે માછીમારીની કામગીરી તેમજ વેચાણ બંધ થવાના કારણે અન્દાજીત 2.25 કરોડનુ નુકશાન થવા પામ્યું છે.
તાપી જીલ્લામાં માછીમારી કરીને ગુજરાન ચલાવતા માછીમારો હાલ દયનીય સ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે. લોકડાઉનને કારણે ૩૫૦ થી ૫૦૦ નું પ્રતિ દિવસ રોજગારી ના રળી શકવાના કારણે સ્થિતિ કપરી થઈ છે. લોકડાઉન અને સામાજિક દુરી તેમજ સાવચેતી રાખવા માટે રોજગાર ધંધાથી દુર રહ્યા હોવાથી તાપી જીલ્લાના માછીમારોને આર્થિક નુક્શાન વેઠી રહ્યા છે. મત્સ્યોદ્યોગમાં અંદાજે ૨૨૫ લાખનું માછીમારોની રોજગારીનું નુકસાન થયું હોવાનું મત્સ્યોધોગ કચેરી ઉકાઇ દ્વારા જણાવાયું છે. દરેક માછીમારને ૪૦૦૦-૫૦૦૦નું નુકશાન આંકી માછીમારોને નુકશાન થયું હોય એવાં ૪૭૫૦ની યાદી રાજયના મત્સ્યોધોગ વિભાગને મત્સ્યોધોગ કચેરી ઉકાઇ દ્વારા મોકલવામા આપી હોવાનું વધુમાં જાણવા મળ્યું છે.