લોકડાઉંન દરમ્યાન લાઈન સ્ટાફને ” power Restoration ” સિવાય અન્ય કોઈપણ કામગીરી નહિ સોંપવા એ.જી.વી.કે.એસ.ની માંગ

Contact News Publisher

લાઈન સ્ટાફને ” માસ્ક ” તથા સેનીટાઈઝર ફરીથી આપવાની પણ માંગ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનાં સિનિયર સેક્રેટરી જનરલ બળદેવ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડનાં મેનેજીંગ ડીરેકટરને નીચે મુજબની માંગણીઓ કરતો પત્ર પાઠવયો છે.
મેનેજીંગ ડીરેકટરને લખેલ પત્રમાં નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે,
આપ સાહેબનું અંગત ધ્યાન દોરી જરૂરી પગલાં તાત્કાલિક લેવા વિનંતિ કરું છું . ચીફ એજીનીયર ( ઓ . એમ . ) કોર્પોરેટ ઓફીસના પત્ર ક્રમાંક : DGVCL / O & M / EE Tech – 2 / 20 / 5291 , dtd . 16 . 04 . 2020થી ફિલ્ડ ઓફિસોને એસ . ટી . / એલ . ટી . લાઈન તથા ટ્રાન્સફોર્મર સેન્ટરનું પેટ્રોલીંગ તથા દરેક ફીડરોનું માસ મેઈન્ટેનન્સ કરવાની સૂચના આપવામાં આવી છે . આ સૂચના કેન્દ્ર સરકાર , રાજ્ય સરકાર તથા જી . યુ . વી . એન . એલ . ની ગાઈડલાઈનથી તદ્દન વિરુધ્ધ હોવાથી અને લાઈન સ્ટાફ તથા એજીનીયરીંગ સ્ટાફની જીદગી સામે જોખમરૂપ હોવાથી તાત્કાલિક વીથડ્રો કરવા વિનંતિ કરું છું . આપણને સૌને સમજાવવામાં આવ્યું છે કે “ કોરોના વાયરસના સંક્રમણથી બચવું હોય તો શકય હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ . આપણી ફરજ ” આવશ્યક સેવા ” હેઠળ આવરી લેવાયેલ હોવાથી ફરજ ઉપર તો જવું જ પડે . વિવિધ સૂચનાઓ મુજબ , ” લોક ડાઉન ” નો સમય દરમ્યાન લાઈન સ્ટાફને ફક્ત વીજ પૂરવઠો જાળવી રાખવાની જ કામગીરી સોંપવાની છે , “ લોક ડાઉન ” ચાલુ હોવા છતાં , ચીફ એનજીનીયર ( ઓ , & એમ . ) કોર્પોરેટ ઓફીસના ઉપરોકત પત્ર મુજબ , ફિલ્ડ ઓફિસૌને ઐચ , ટી , ઐલ , ટી , લાઈન તથા ટ્રાન્સ ફોર્મર સેન્ટરનું પેટ્રોલીંગ તેથી દરેક ફીડરોનું મોસ મેઈન્ટેનન્સ કરવાની સૂચના આપવામાં આવી છે . આ સૂચનાનો હું સખ્ત વિરોધ કરું છું કારણકે , ( ૧ ) ” માસ મેઈન્ટેનન્સ ” માટે ઘણો ટેકનીકલ કર્મચારીઓને ભેગા કરવા પડે , તે વખતે “ Social Distancing ” નાં આદેશનું પાલન કરવું અશક્ય છે , વળી “ માસ મેઈન્ટેનન્સ ” ની કામગીરી કરવા માટે પાવર બંધ કરવો પડે , અને પાવર બંધ થતાં જ લોકો આ અસહ્ય ગરમીમાં રોડ ઉપર આવી જાય , આપણા કર્મચારીઓ ઉપર એમનો ગુસ્સો પણ ઉતારે અને ખાસ તો ” Social Distancing ” નાં આદેશનો લીરેલીરા ઉડી જાય . સરકારનો “ કોરોના વાયરસના સંક્રમણ ” થી પ્રજાને બચાવવાનો મકસદ તેને પાણીમાં જાય . ( ચ એય ટી . / એલ . ટી . લાઈન તથા ટ્રાન્સફોર્મર સેન્ટરનું પેટ્રોલીંગ કરતી વખતે કર્મચારીઓને કોરોના ગ્રસ્ત વિસ્તાર / હોટ સ્પોટ કે રેડ ઝોનમાંથી પસાર થવું પડશે . આ કામગીરી હાલની વિષમ પરિસ્થિતિમાં કરાવવી જરાય જરૂરી નથી , કર્મચારીઓને સામે ચાલીને શા માટે કોરોના વાયરસના હવાલે કરવા જોઈએ ? ( ૩ ) કર્મચારીઓ તરફથી રજૂઆત થઇ છે કે તેઓને અત્યાર સુધીમાં ફકત એક વાર જ ” માસ્ક ” તથા સેનીટાઈઝર આપવામાં આવ્યા છે , જો આ વાત સાચી હોય તો ખુબ જ ગંભીર કહેવાય . આથી કર્મચારીઓને તાત્કાલિક ફરીથી ” માસ્ક તથા સેનીટાઈઝર આપવા માટે જરૂરી વ્યવસ્થા કરશો . મા . વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ “ અર્થતંત્ર ” ની સામે પ્રજાના જાનમાલ ” ને વધુ મહત્વ આપ્યું છે . તે જ રીતે આપ સાહેબને પણ તાત્કાલિક “ જરૂરી નથી – એવા કામો કરાવવાનો આગ્રહ પડતો મૂકી , કર્મચારીઓની જિંદગીની સલામતીને પ્રાધાન્ય આપવા નમ્ર અનુરોધ કરું છું . હાલના ” Crucial ” સંજોગોમાં ( લોક ડાઉન સુધી ) લાઈન સ્ટાફ તથા એજીનીયરોને ફક્ત વીજ પૂરવઠો જાળવી રાખવાની જ કામગીરી સોંપવા વિનંતિ કરું છું .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *